૭૯ વર્ષના એનઆરઆઇ નગીનદાદાનું જીવન અનેક માટે પ્રેરણારુપ
અખિલ ભારતીય સંસ્થા ભારત વિકાસ પરિષદ… આનંદ નગર શાખા તથા અર્પણ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડીયન ફોર ફલેકટીવ એકશન યુ.એસ.એ. સ્વ. દિવાળીબેન ઉકાભાઇ પટેલ સાર્વ ટ્રસ્ટ બારડોલી થતા સિમ્પોલોગ્રુપ મોરબી ના સહયોગથી સૌરાષ્ટ્રના અનેક ગામોમાં છેલ્લા એક માસથી સેવાકાર્યોની વણઝાર થયેલી છે. અને સમજના છેવાડાના જરુરીયાત મંદ પરિવારો વિઘાર્થીઓ વિધવા બહેનો, દર્દીઓ તથા દિવ્યાંગોને તેનો લાભ આપવામાં આવેલ છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી એમ બે માસ દાદા અમેરીકાના ડલાસથી રાજકોટ આવે છે ફકત ગરીબોના આંસુ લૂછવા આવર્ષે નગીનદાદા ડીસેમ્બરમાં સહ પરિવાર અમેરિકાથી રાજકોટ આવ્યા એટલું જ જ નહી તેમના ધર્મપત્ની મંજુબેન, પુત્ર રાજુભાઇ, પુત્રવધુ પ્રેરણાબેન, દિકરી આરતીબેન (લંડન) તથા પૌત્ર આર્યન અને પૌત્રી પાયલ સાથે આ સેવાયાત્રામાં જોડાયા.. તેમની સાથે તન, મન, ધન સાથે ભારત વિકાસ પરિષદ આનંદ નગર, શાખાના હોદેદારો તથા સભ્યો પ્રફુલભાઇ ગોસ્વામી ભારત વિકાસ પરિષદ સૌ. કચ્છ પ્રાંત કા. અઘ્યક્ષ વિનોદભાઇ પટેલ, આનંદનગર શાખા, જેઠસુરભાઇ ગુજરીયા પ્રાંત ખજાનચી, જેન્તીભાઇ ગોસાઇ મંત્રી, આનંદનગર તથા કારોબારી સભ્યો સર્વ બકુલભાઇ દુધાગરા, કરશનભાઇ મેતા, જેન્તીભાઇ કોરાટ, અશ્વીનગીરી ગોસાઇ, હેમંતસિંહજી ડોડીયા, વિઠ્ઠલભાઇ સોજીત્રા, કાળુભાઇ પાનસુરીયા, કિરીટસિંહ વાળા, પ્રવીણભાઇ ગોસ્વામી, મહેશભાઇ તોગડીયા, દયાળજીભાઇ રાઠોડ, મહેશભાઇ પરમાર, મોહનભાઇ ભાલારા, ગજેન્દ્રપુરી ગોસ્વામી, વિજયભાઇ કુંભરવાડીયા, એસ.એન.ગોસાઇ, જતીનભાઇ પરમાર, દિલીપભાઇ પંચોલી, કિરીટભાઇ મૈયડ, વિનોદ ભારથી, વિપુલભાઇ વિગેરે અનેક લોકો જોડાયા.
એનઆરઆઇ નગીનદાસના સહકારથી છેલ્લા એક માસમાં કેટલાક સેવા કાર્યો કરવામાં આવ્યા છે જેમાં મોરબી ખાતે દિવ્યાંગ કેમ્પ, ૫૦ બહેનોને સિલાઇ મશીન, તથા ૮૦૦ અનાજ કીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટની આજુબાજુના સ્લમ વિસ્તારમાં ર૦૦૦ સ્વેટર, ટોપી પ૦૦ ધાબળાનું વિતરણ કરવાની સાથે બટુક ભોજનનો કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત તથા જીલ્લા પંચાયતની પ૦ જેટલી શાળાઓના ૧ર૦૦ વિઘાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના જેઠસુરભાઇ ગુજરીયા, બકુલભાઇ દુધાગરા, કરશનભાઇ મેતા, જેન્તીભાઇ કોરાટ, મોહનભાઇ ભારાળા અબતકની મુલાકાતે આવ્યા હતા.