સ્ટલિંગ હોસ્પિટલના ડો. મલ્કેશ તરસરીયા દ્વારા લેટેસ્ટ ટેકનીકથી સર્જરી કરાઇ
ઉનાના નિવાસી મજુરી કામ કરતા વરજાંગ ભાઇ (ઉ.વ.૩૬) ને શ્ર્વાસ લેવા ની તકલીફ તથા હ્રદયના અસતત ધબકારાની તકલીફ હોવાથી તેમને ઉનામાં પ્રારંભિક તપાસ કરાવેલી ત્યાંના ડોકટર ના કહેવા મુજબ તેમને હ્રદયના વાલ્વની તકલીફ માલુમ પડી સ્થિતિ વધુ ગંભીર લાગતા વધુ સારવાર માટે તેમને સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે જવાની સલાહ આપી. સ્ટલીંગ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. રવિ ભોજાણી તથા કાર્ડીઓ વાસ્કયુલર એન્ડ થોરેસિક સર્જન ડો. મલ્કેશ તરસરીયા દ્વારા તપાસતા જાણવા મળેલું કે વરજાંગ ભાઇ નો માઇટુલ વાલ્વ સાકડો થઇ જવાથી તેમને બધી તકલીફ થતી હતી.
જો તે રાબેતા મુજબ સર્જરી દ્વારા કરવામાં આવત તો દર્દીને ઓપરેશન માટે છાતીનું હાડકું કાપવું પડે તથા ઓપરેશન વળી જગ્યા પર ચેપ લાગવાનો જોખમ બની શકે છે. દર્દી તેમનું દૈનિક કામ એક મહીના પછી કરી શકે છે. દદીનું લોહી ખુબ વહી શકે છે અને દર્દી સખત મહેનત વાળું કામ લગભગ પાંચ થી સાત મહીના બાદ કરી શકે છે. જે માટે ડો. મલ્કેશ તરસરીયા દ્વારા માઇટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ કી હોલ (મીનીમલ ઇન્વેઝીવ) કાર્ડિયાક સર્જરી દ્વારા છાતીનું હાડકુ કાપ્યા વગર વાલ્વનું ઓપરેશન કરવામાં આવેલું.
માઇટલ વાલ્વ વિશે વધુ માહીતી આપતા ડો. મલ્કેશ તરસરીયા જણાવે છે મીનીમલ ઇન્વેઝીવ સર્જરી એહ્રદય રોગના ઓપરેશનની એવી ટેકનીક છે. જેમાં છાતીનુ હાડકુ કાપ્યા વગર ફકત નાનકડા ચેકા દ્વારા ઓપરેશન કરી દર્દીને ત્રણ કે ચાર દિવસ હોસ્પિટલ રોકાણ બાદ રજા આપી શકાય છે અને દર્દી સાતથી દસ દિવસમાં પોતાના રોજીંદા કામ ફરીથી કરી શકે છે. કી હોલ અથવા મીનીમલ ઇન્વેઝીવ કાર્ડિયાક સર્જરી નાની ઉમરના લોકો માટે ફાયદા કારક છે. કેમ કે આ ઓપરેશનમાં કોઇપણ હાડકું કાપ્યા વગર કરવાથી દર્દી તેના રોજીંદા કામ ટુંક સમયમાં જ કરી શકે છે. ઓપન સર્જરીના કિસ્સામાં લામ્બા કાપાને લીધે લેવા પડતા વધુ ટાંકાઓ અને કપાયેલા હાડકાને લીધે ભવિષ્યમાં થતી તકલીફો જેવી કે ઓપરેશન બાદ રહી જતો દાગ નિશાની કપયેલા હાડકને લીધે રહી જતો છાતીનો દુખાવો ટાકા લીધેલી જગ્યાએ ઇન્ફેકશન કે રસી થવાની શકયતા રહેલી છે. આવી તકલીફો મીનીમલ ઇન્વેઝીવ સર્જરી દ્વારા નિવારી શકાય છે.