વોકહાર્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાને ગંભીર હૃદયરોગ અને ગર્ભમાં રહેલ અવિકસીત બાળકની હાઇરિસ્ક સિઝેરીયન કરી બાળક અને માતા બંનેને બચાવી લેવામા તબીબોની ટીમ સફળ રહી હતી. તસ્વીરમાં માતા નવજાત શીશુ અને હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. મનીષાસિંઘ પટેલ, ક્રિટીકલ કેર ફિઝીસીયન ડો.ભુમી દવે, બાળરોગ નિષ્ણાંત ડો. તૃપ્તી વૈષ્નાણી, એનેસ્થેટીક ડો. મેહુલ કાછરીયા દર્દી સાથે જણાવ્યુ છે.
વોકહાર્ટ હોસ્પિટલમાં ગંભીર હૃદયરોગ વાળી ગર્ભવતી અને ગર્ભમાં રહેલ અવિકસીત બાળકની જોખમી સિઝેરીયનથી ડિલેવરી કરી માતા તથા બાળકને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી હતી.
૨૧ વર્ષીય રિધ્ધીબેન વરાળીયા નામની ગર્ભવતી સ્ત્રી આઠમા મહિને બે-ત્રણ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં આવ્યા. દર્દીને નાનપણથી જ હૃદયના વાલ્મમાં કાણુ હતુ (વી.એસ.ડી.)પરંતુ યોગ્ય સમયે સારવાર ન લેતા એમાં આઇસન મેન્ગર સિન્ડ્રમ જેવી હૃદયની જટીલ સમસ્યા શરૂ થઇ ગઇ હતી. હોસ્પિટલમા નિષ્ણાંત તબીબોની ટીમને તપાસ દ્વારા ખબર પડી કે મહિલા દર્દીને અધુરા મહિને જ રકતસ્ત્રાવ ચાલુ થઇ ગયો છે. હોસ્પિટલ પહોંચ્યા પછી જ તપાસ દ્વારા દર્દીને ડાયાબીટીસ પણ છે એવી ખબર પડી આ દરમિયાન સોનોગ્રાફી અને ૨-ડી ફેટલ ઇકો ગર્ભ માના બાળકની સોનોગ્રાફી દ્વરા ખબર પડી કે બાળકની આસપાસનુ પાણી પણ ઓછુ થઇ ગયુ છે. બાળકનો વિકાસ પણ ઓછો હતો અને ગળા પર ગર્ભનાળ વિટાઇ ગઇ હતી.
હોસ્પિટલના સજજ અને યોગ્ય ડોકટરોની ટીમ દ્વારા પ્રસુતી અને સ્ત્રીરોગના નિષ્ણાંત ડો. મનીષાસિંઘ પટેલ હૃદયરોગના નિષ્ણાંત ડો.ધર્મેશ સોલંકી, ડો. જપદીપ દેસાઇ હૃદયના એનેસ્થેટીક ડો.મેહુલ કાછડીયા, ફીઝીસીયન તરીકે ડો.ભુમી દવે અને બાળરોગના નિષ્ણાંત ડો.તૃપ્તી વૈષ્નાની અને આખી ટીમ દ્વારા ખુબ જ જોખમ સાથે સિઝેરીયન ઓપરેશન કરવામા આવ્યુ અને ઓપરેશન બાદ દર્દીને આ.સી.યુમા સંપુર્ણ સારવાર આપવામાં આવી.
અધુરા મહિને ડીલેવરી અને ઓછા વિકાસ અને ઓછા વજન વાળુ (૧.૬ કિલો)હોવાથી બાળકને કાચની પેટીમા રાખવામાં આવ્યું. કોઇ પણ તકલીફ વિના બાળક અને તેની માતાને થોડા જ દિવસમા રજા આપવામા આવી. મેન્ગર સિન્ડ્રમ જેવી હૃદય સંબંધી સમસ્યા ખુબ જ ગંભીર હોય છે. આ સમસ્યા ગર્ભવતી મહિલા માટે ખુબ જ ગંભીર હોય છે અને મુત્યુ થવાના ૩૦થી ૬૦ના ચાન્સ હોય છે. આ અવસ્થામા હૃદયના વાલ્વમા જે રકતપ્રવાહ ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. એની દિશા ફેકસામા ખુબ જ અતિ દબાણના કારણે બદલી જાય છે જેમા શરીરને જોઇએ તેટલા પ્રમાણમા ઓકસીઝન મળતુ નથી. આવી પરિસ્થિતિમાં જીવનભર ગર્ભધારણ ન કરવાની સલાહ ગર્ભ રહે તો ગર્ભપાત કરવાની સલાહ ડોકટરો દ્વારા આપવામાં આવે છે.
ગાયનેકોલોજીસ્ટ ડો.મનીષા સિંઘ પટેલના જણાવ્યા મુજબ ભારત જેવા પ્રગતીશીલ દેશમાં ૨-૫% હૃદયરોગ ધરાવતી ગર્ભવતી મહિલા છે. જેમા ૧/૫ મહિલાઓ ગર્ભાવસ્થા દરમ્યાન જ મૃત્યુ પામે છે અને હૃદયરોગ સાથે બીજી કોઇ બીમારી હોય તો માતા અને બાળક બન્નેનુ જોખમ વધી જાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન રકતસ્ત્રાવમાં બદલાવ આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન સાત અને આઠમા મહિના આસપાસ હૃદયનિગમ (કાડિયાક આઉટપુટ)પ૦ ટકા વધી જાય છે. પ્રસુતી દરમ્યાન મહિલા હાર્ટ કેલીયરમા પણ જઇ શકે જેના કારણે અચાનક મૃત્યુ થઇ શકે છે. હૃદયરોગ રહિત બાળકને પણ ૫થી ૬ ટકા જન્મજાત હૃદયરોગની બિમારી આવી શકે છે આથી ગર્ભાવસ્થા દરમિયાન બાળકના હૃદયની સોનોગ્રાફી દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.