તબીબોની અથાગ મહેનતથી સર્જરી સફળ નિવડતા નવજાત શિશુને મળ્યું જીવનદાન

ધ્રુવનો જન્મ (હાલ વજન ૨ કિલો) રાજકોટ નિવાસી નિશાબેન વાળાને ત્યાં સવા પાંચ માસે સ્પર્શ હોસ્પિટલમાં થયો. જન્મ બાદ તુરંત નાનામવા રોડ સ્થિત સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર ડો. રાજન રામાણી, ડો. વિનોદ ભાદુકિયા અને ડો. કેયુર રામાણી, ડો.નિરજ પટેલ, ડો. પ્રતિક આચાર્યની સારવાર હેઠળ રાખવામાં આવેલ.

આ નવજાતશિશુની સારવાર દરમિયાન અપરિપકવ આંતરડામાં કાંણુ જણાતા પીડીયાટીક સર્જન ડો. જીગર પટેલ તથા એનેસ્થેટીસ્ટ ડો. ચિરાગ બરીચીયાએ ૩ કલાકની જટીલ લાંબી સર્જરી કરી ધ્રુવને બચાવી લીધેલ ઓપરેશન બાદ આંતરડાને આરામની જ‚ર હોય પેરેન્ટ્રલ ન્યુટ્રીશન આપવામાં આવેલ તેમજ ૮૯ દિવસની હોસ્પિટલની સારવાર દરમિયાન અધુરી ઉમરને લીધે શ્વાસની તકલીફ હૃદયની નળીફૂલાય જવી, લોહીમાં ચેપ લાગવો વગેરે ગંભીર તકલીફશે પણ ઉભી થયેલ.

પરંતુ ડોકટરની ટીમના અથાગ પ્રયત્નો, માતાપિતાની ધીરજ, વિશ્વાસ પોઝીટીવ વિચારોને લીધે આ બાળકને નવુ જીવન દાન મળેલ છે. અત્યારે ધ્રુવનું વજન ૨ કિલ્લો છે અને સ્વસ્થ છે.

ભારતનાં ખ્યાત નામ નવજાતશિશુ નિષ્ણાંત ડો. આશીષ મહેતા અમદાવાદ, ડો. પ્રદિપ સૂર્યવંશી પુના, ડો. કે.કે. દિવાકર કોચીનના કહેવા મુજબ ૨૫ અઠવાડીયે જન્મેલ ૬૯૦ ગ્રામના શિશુની સફળ જટીલ સર્જરીએ જૂજ જ કેસ ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.