ઓખા કોસગાર્ડ પેટ્રોલીંગ સ્પીડ બોટો માછીમારી સીઝન દરમ્યાન ૨૪ કલાક પેટ્રોલીંગમાં રહેતી હોય છે. જેમાં દરેક માછીમારોને તેમના ઈમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૫૫૪ આપેલ છે. જયારે પણ મુશીબત કે અકસ્માત થાય ત્યારે આ નંબરનો સંપર્ક કરતા કોસગાર્ડ જવાનો હાજર થઈ જાય છે. તાજેતરમાં ઓખાના દરીયામાં ડુબી રહેલ ખલાસીને આબાદ બચાવી સફળ ઓપરેશન પાર પાડેલ. ઓખા કોસગાર્ડ પેટ્રોલીંગ બોટ-૪૧૩ને ‚પણ બંદર દ્વારકાના દરીયામાં ડુબતી જય ખોડીયાર માછીમારી બોટ છ ખલાસીઓ સાથે ડુબતી હોવાના સમાચાર મળતા આ બોટને બચાવવા તાબડતોબ કોસગાર્ડ શીપ પહોંચી ગઈ હતી.
તમામ છ ખલાસીને બચાવી પોતાના જહાજમાં લઈ લીધા હતા અને તમામ ખલાસીને મોરી બંદર ઓખા પર પહોંચાડયા હતા. આ સમયે બોટ બચાવવા તેમની સહારે ઓખાની એમ.એલ.રહરેમત બોટ કે જે શબીરભાઈ ભટ્ટીની માલિકીની છે તેઓ પણ આ ડુબતી બોટને બચાવવા સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ બોટના ટંડેલ દીપેન બાલાલપરીયા અને તેમના ખલાસીના પાંચ કલાકની મહેનત બાદ બોટને પણ બચાવી ઓખા બંદરે લઈ આવવામાં આવી હતી અને આ જય ખોડીયાર બોટ અને તેમના છ ખલાસીને તેમના માલિકને સુપરત કરી હતી