હૃદય રોગના સર્જન ડો.સર્વેશ્વર પ્રસાદ દ્વારા એકપણ હાડકાને કાપ્યા વિના ઓપરેશન
ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા માટે રાજકોટ શહેરમાં જ હવેથી હૃદય રોગના વિભાગમાં એમ.આઈ.સી.એસ. સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો ક્રાઈસ્ટ હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત સર્જન ડો.સર્વેસ્વર પ્રસાદ દ્વારા કરવામાં આવેલ સફળ હૃદયની એમ.આઈ.સી.એસ. સર્જરી જેમાં એકપણ હાડકાને કાપ્યા વિના ઓપરેશન ખાલી બે પાસડીયોના વચ્ચેથી આ ઓપરેશન કરવામાં આવે છે માત્ર ૨-૩ અઠવાડિયામાં દર્દી પહેલાના જેમ જ પોતાના રોજીંદા કામ કાજ પરત ફરી શકે છે.
આ ઓપરેશન દરમિયાન ખુબ જ ઓછુ લોહી વહે જેના કારણે લોહીનો બગાડ ન થાય સાથે જ કોઈપણ પ્રકારના ચેપ થવાની શકયતાઓ ન જેવી થઈ જાય છે. આ ઓપરેશન એકદમ નાનો ચીરો ૨ થી ૨.૫ ઈંચ જેટલો જ કરીને કરવામાં આવે છે જેના કારણે ખુબ જ ઓછો દુખાવો અને ખુબ જ ઝડપથી રૂઝ આવી જાય છે અને પોતાના રોજીંદા જીવનમાં એટલે કે નોકરી ધંધે લાગી શકો આ સર્જરી શરીર કોસ્મેટીક સર્જરી તરીકે પણ સારી ગણાય કેમ કે ઓપરેશન પછી દેખાતા ટાંકા લીધેલ જગ્યાના ડાગ પણ ન જેવા જ દેખાતા હોય છે.ક્રાઈસ્ટ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગ પણ શ કરાયો જેમાં કીડનીની પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશય તથા મુત્ર માર્ગના કેન્સર જેવી બિમારીઓનું સચોટ નિદાન તથા સચોટ સારવાર પુરી પાડવામાં આવે છે. ક્રાઈસ્ટ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેકટર જોમોન થોમાન્ના જણાવે છે કે ક્રાઈસ્ટ હોસ્પિટલે આ ૬ વર્ષ દરમ્યાન જે સ્વસ્થ સમાજની યોજના નકકી કરી હતી તે ડો.મિત્રો અને સ્ટાફના સહયોગથી પૂર્ણ કરી છે અને આવતા સમયમાં પણ આવી જ રીતે બીજા પણ સુપર સ્પેશ્યાલીટી વિભાગોની અવિરત સેવા આપતી રહેશે એવી ખાતરી આપી છે.
હૃદયની સફળ એમ.આઈ.સી.એસ સર્જરી કરાવનાર દર્દી જશુબેન વેગડે જણાવ્યું હતું કે, હું અમરેલીના કટાળા ગામેથી હૃદયનું ઓપરેશન કરાવી આવી છું. મને વાલ્વની તકલીફના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જોકે અહીં આ ઓપરેશન કરાવ્યા બાદ એ સંપૂર્ણ સ્વસ્થ છું. આ પત્રકાર પરિષદમાં ક્રાઈસ્ટ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ડાયરેકટર, જોમોન થોમાન્ના, ડો.ર્સ્વેસ્વર પ્રસાદ, ડો.સ્નેહલ ધોલરીયા, ડો.જયરામ પ્રસાદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.