હોસ્પિટલ તંત્રને મળી અભૂતપૂર્વ સફળતા: ૭૧ વર્ષના કોરોનાગ્રસ્ત મુસાભાઇ થઇ ગયા સાજા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને ખતમ કરતી રસી-દવાઓનું સંશોધન અગ્રતાક્રમે છે. આ મહામારી સામે રક્ષણ આપતા ઇલાજની શોધ એલોપી, આયુર્વેદ, હોમિયોપેી જેવા ક્ષેત્રોમાં ઈ રહ્યો છે. આ શોધ-સંશોધનમાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સફળ યાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જણાયું છે.
રાજ્યના આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અને પ્રોટોકોલને અનુસરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને સમુચિત સારવાર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલે ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનો સારવારમાં સમુચિત ઉપયોગ કરીને ૭૧ વર્ષીય મુસાભાઈ જીવાભાઈને યોગ્ય પ્રકારની સઘન સારવાર આપી સફળતા પ્રાપ્ત કરી છે. તેમ રાજકોટની પી.ડી યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. મુસાભાઈ કોવિડ-૧૯ની ઘાતક બીમારીમાંથી ૨૦ દિવસે મુક્ત યા છે.
કોવિડ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એનેસ્થેસિયોલોજીસ્ટ ચેતનાબેન જાડેજાએ કેસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મુસાભાઈ ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરના દર્દી છે અને કોવિડ-૧૯ના કારણે તેમનાં ફેફસાને પણ ઘણું નુકસાન પહોચ્યું હતું. જેના લીધે તેમને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી. સારવારના ૧૧ દિવસ બાદ પણ તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેી સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વોર્ડના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ ડોકટર્સની ટીમે તેમને ૨ ફ્લો મીટર ભેગા કરી ૧૫-૧૫ મીટર હાઈફલો ઓક્સિજન મશીન દ્વારા સારવાર આપવાનું શરૂ કર્યું. તેની સો જ તેમને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યું અને આજે તેઓ કોરોના ચેપી મુક્ત થયા છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે. મુસાભાઈની હાલત અત્યંત ગંભીર અને ચિંતાજનક હતી પરંતુ યોગ્ય સારવારી એમને સાજા કરવાનો સિવિલ પરિવારને આનંદ છે.
સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી અને એસોસિયેટ પ્રોફેસર ઇન મેડિસિન (પી.ડી.યુ. કોલેજ) ડો. પ્રફુલ્લભાઈ દુધરેજીયાએ વધુ જાણકારી આપતાં જણાવ્યું કે, અમે દર્દીની સારવાર માટે ટોસિલીઝુમેબ જેવી મોંઘી દવાઓનો સફળ વિનિયોગ કરી તેમને સાજા કરી શક્યા તેનો અમને આનંદ છે. રાજ્ય સરકાર દ્વારા કોવિડના અતિગંભીર દર્દીઓને આ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. એક ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનો ખર્ચ અંદાજે ૪૦ થી ૫૦ હજાર જેટલો થાય છે. આ દવા કોરોના સામે અકસીર સાબિત થઈ છે. આ સો જ રાજ્ય સરકાર દ્વારા મોંઘા રિપોર્ટ પણ વિનામૂલ્યે કરાવવામાં આવે છે.
મુસાભાઈએ પણ કોરોનામુક્ત થતા અંતરના આનંદ સાથે લાગણીભીના શબ્દોમાં જણાવ્યું કે, કોવિડ હોસ્પિટલના તમામ તબીબો, નર્સો અને અન્ય સ્ટાફે ખૂબ સારી સારવાર કરી છે. તેમજ કોરોનાના હાઉ થી ગભરાવવાની જરૂર ની એ વાત મારા ગળે ઉતારીને મારામાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો. અને આજે ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગો હોવા છતાં હવે હું સ્વસ્થ છું. એ બદલ સમગ્ર સ્ટાફનો હું આભારી છું.