ખેડૂતોનાં ઓઝાર બનાવતી ‘શ્રીજી દર્શન’ ઈન્ડસ્ટ્રીનો સફળતા પૂર્વક ૫માં વર્ષમાં મંગલ પ્રવેશ
ટુંકા ગાળામાં શ્રીજી દર્શન પોતાની શ્રેષ્ઠ ગુણવતા ના કારણે ખેડુતોની પહેલી પસંદગી બની
ખેત ઓજારો માટે સરકાર તરફથી સબસીડી માન્ય
હાલ શ્રીજી દર્શન સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત વિવિધ રાજયોમાં પોતાના ખેત ઓજારો સપ્લાય કરે છે
મોરબી જિલ્લામાં વાકાંનેર તાલુકામાં લુણસર ગામે આવેલા ખેત ઓજારોનું મેન્યુફેકચરીંગ કરતા શ્રીજી દર્શન એગ્રીકલ્ચરે પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. શ્રીજી દર્શન પોતાની ગુણવતા અને સારી સર્વીસ થકી ૪ વર્ષના ટુંકા સમયમાં ખુબ સારી પ્રગતી કરી છે. હાલ શ્રીજી દર્શન સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત વિવિધ રાજયોમાં પોતાના ખેત ઓજારો સપ્લાય કરે છે. પાંચમાં વર્ષમાં થયેલા મંગલ પ્રવેશ નિમિતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતુ.
જેમાં વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારી વસાવા તથા ચીનથી પણ મહેમાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સમગ્ર ફેકટરીની વિસ્તૃત માહિતી મેળવી મુલાકાત કરી હતી ભવિષ્યમાં ભારત સીવાયના દેશોમાં પણ સારી સપ્લાય થાય તે માટે સતત કાર્યરત છે.ખ્તી શ્રેત્રમાં અલગ અલગ સાધનોને ઉત્પાદન કરી આ કંપની અતિ ઉપયોગી એવી ત્રણ પ્રોડકટ હાઈડ્રોલીક મોલ બોર્ડ મીકેનીકલ એસેસરીઝમાંપણ ઉપલબ્ધ કરાવે છે. જેમાં રીવર્સીબલ પ્લાઉ સીંગલ સીલીન્ડર, (૨ ફરો), રીસર્સીબલ પ્લાઉ, વષ પૂર્ણ સીંગલ સીલીન્ડર (૩ ફરો), રીવર્સીબલ પ્લાઉ સીંગલ સીલીન્ડર (૪ ફરો) સામેલ છે.
શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર સાથે ભવિષ્યમાં વ્યાપારીક સંબંધો જોડવાની ઈચ્છા
સેમ ઝેઈઝ ચાઈના કેડા કલીન એનજી કંપની લીમીડેટ ચાઈનામાં ખેત ઓજારોનું વેચાણ કરીએ છીએ અમે આફ્રિકા, તેનઝાનીયા, અને અલગ અલગ દેશોમાંથી ઓજારોની ખરીદી કરીએ છીએ હાલ ભારતમાં લુણસર ખાતે આવેલી શ્રીજી દર્શનની મુલાકાત લીધી છે. અહીના ઓજારો બનાવવાની પ્રોસેસથી લઈને ફાઈનલ પ્રોડકટ સુધીની તમામ પ્રક્રિયાનું અમે નિરીક્ષણ કર્યું જે અમને ખૂબ ગમ્યું શ્રીજી દર્શનની તમામ પ્રોડકટ ખૂબ ગુણવતા વાળી છે. તથા ખેડુતોની જરૂરીયાતોને ધ્યાનમાં લઈને તમામ પ્રોડકટ બનાવવામાં આવી છે. ભારત અને ચીનમાં જમીન અલગ અલગ છે માટે ખેતીની પધ્ધતિમાં પણ ફેરફાર છે. ભારતમાં ખેતી માટેની જમીન ખૂબ મોટા પ્રમાણમાં જયારે તેની સામે ખેડુતોની સંખ્યા ઓછી છે. તેનાથી તદન વિરૂધ્ધ ચાઈનામા છે. ત્યાં ખેતી લાયક જમીન ઓછી અને ખેડુતોની સંખ્યા વધારે છે હુ આશા રાખુ છું કે ભવિષ્યમાં શ્રીજી દર્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે સારા વ્યાપારીક સંબંધો જોડાય હું પ્રથમ વખત ભારત પ્રવાસે આવ્યો છું પરંતુ અહીના લોકો ખૂબ પ્રેમાળ છે.મારૂ ખૂબ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ અમે શ્રીજી ઈન્ડસ્ટ્રીટના આભારી છીએ કે તેઓએ અમને આમંત્રણ આપ્યું.
મેક ઈન ઈન્ડિયાને વધુ વેગ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ: એમ.એન. વસાવા
અબતક સાથેની વાતચીત દરમિયાન એમ.એન. વસાવાએ જણાવ્યું હતું કે શ્રીજી દર્શન ઈન્ડસ્ટ્રી દ્વારા આજે પ્રાંત અધિકારી તરીકે મને આમંત્રણ મળ્યું હતુ ત્યાં એલેબી સાથે ચર્ચા કરતા સરકાર દ્વારા જે ખેડુતોની આવક બમણી કરવી અને ખર્ચ ઘટાડવો તે કાર્ય પણ કરે છે. પ્લાઉ બનાવી ખેડુતોને આવકમાં કઈ રીતે બમણો થાય આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને પોતાના ખર્ચમાં કઈ રીતે કરકસર કરવી શ્રીજી દર્શન કંપનીએ સરાનીય કામ કર્યું છે. શ્રીજીદર્શન કંપની ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પંજાબ અને વિવિધ રાજયોમાં ખેડુતોને પણ આ આધુનિક ટેકનોલોજી નો ઉપયોગથી ખેતીની અંદરઓછા સમયમાં ઓછા ખર્ચે અને ખેતીમાં બમણો પાક કેવી રીતે લઈ શકાય તેવી ટેકનીક આપી છે તે ખૂબ સરાહનીય છે. ગુજરાતના તમામ ખેડુત મીત્રોને મારી વિનંતી છેકે આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે.પહેલા ખેતી વરસાદ કુદરતી આધારીત હતી હવે સીઆઈ આધારીત તો ખેડુતોએ પોતાના વિસ્તારમાં સરકારના મેકઈનઈન્ડીયા પ્રોજેકટ અંતર્ગત જે સાધનો ઉપયોગ કરી ઓછા ખર્ચે પાક બમણો કરે તેવું પણ આગ્રહ રાખવો.આ રીતે શ્રીજી દર્શન એગ્રીકલ્ચરમાં સંપૂર્ણ દેખરેખ નીચે તમામ ઓજારોનું મેન્યુફેકચરીંગ કરવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રીમાં હાલ ૬૦ લોકો કાર્યરત છે. ઉપરાંત રીસર્ચ અને ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ, સતત ખેડુત લક્ષી ઓજારોને વધુ સારા બનાવા માટે લાગેલા છે.
ખેડુતોની સુવિધા પ્રમાણેના ઓજારોનું ઉત્પાદન કરીએ છીએ: પારસ પટેલ
પારસ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે શ્રીજી દર્શન એગીકલ્ચર કંપનીમાં અમે મીકેનીકલ પ્લાઉ રીવર્સેબલ પ્લાઉ હાઈડ્રોલીક ૨૫ એચ.પી.થી ૧૦૦ એચ.પી. સુધીનાં અલગ અલગ પ્લાઉ બનાવીએ છીએ અહી ૫૦ થી ૬૦ લોકોનો સ્ટાફ છે. અમે ભારતભરમાં વહેંચીએ છીએ ખેડુતોનો સારો પ્રતિસાદ મળેલ છે. ખેડુતની જરૂર પ્રમાણે સુધારા વધારો કરી અમે બનાવી આપીએ છીએ ૨૦૧૫મરાં આ કંપનીની શરૂઆત કરી છે. સાત વિઘામાં અમારી ફેકટરી આવેલ છે. ફાર્મરને જેવું જોઈએ છે તેવી અલગ અલગ પ્રોડકટ રોટાવેટર, ડીસપ્લવ, સીડફીલ વગેરે બનાવવા માટેનું પ્લાનીંગ છે. લોનની પણ અમે વ્યવસ્થા આપેલ છે. ખેડુતએ ખરીદયા પછી પણ અમે સર્વીસ આપીએ છીએ ખેડુતને પુરી સુવિધા આપવામાં આવે છે.
ખાસ અમારા આમંત્રણને માન આપીને ચાઈનાથી પણ અમારી પ્રોડકટ જોવા માટે લોકો આવેલા છે. તેઓ પણ સારી કવોલીટી પ્રોડકટ જોઈ ખૂબ ખુશ થયા છે. આ ઉપરાંત અમારી પ્રોડકટના ભાવ પર સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી માટે પણ અમે ખેડુત મિત્રોને પૂરતી મદદ કરીએ છીએ. દરેક જિલ્લામાં અમોને સરકાર દ્વારા અપ્રુવલ પણ મળેલ છે.