આરોગ્યની ટીમ સતત ખડેપગે, સગર્ભા મહિલાઓની વિશેષ દેખભાળ
વાયુ વાવાઝોડાને પગલે બુધવારથી હવામાનમાં પલટો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોરબી જીલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિશેષ તકેદારી રાખી છે અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે હળવદ અને માળિયામાં ત્રણ મહિલાઓની ડીલીવરી કરવામાં આવી છે જે તમામની તબિયત સારી હોવાનું આરોગ્યની ટીમ જણાવે છે
મોરબી જીલ્લાના નવલખી બંદરે પણ વાયુ વાવાઝોડાનો કહેર જોવા મળે તેવી સંભાવનાને પગલે મોરબી જીલ્લામાં એનડીઆરએફની ટીમ તેમજ ઇન્ડિયન આર્મીની ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરાના માર્ગદર્શન હેઠળ ડો. વારેવરીયા સહિતની આરોગ્યની ટીમો પણ પીએચસી અને સીએચસી સેન્ટર પર કાર્યરત છે અને લોકોને વાવાઝોડા જેવી સ્થિતિમાં આરોગ્યની સેવાઓ તાકીદે પૂરી પાડી સકાય તેવી વ્યવસ્થા કરાઈ છે તેમજ વિવિધ ગામોમાંથી સ્થળાંતર કરેલ અને આશ્રય સ્થાનમાં રાખેલ લોકોમાંથી સગર્ભા મહિલાઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે પુરતી તકેદારી લેવામાં આવી રહી છે અને આ સ્થિતિમાં આરોગ્યની ટીમે ત્રણ સગર્ભા મહિલાની પ્રસૃતિ કરાવી હતી જેમાં સરવડ પીએસસી ખાતે જાજાસર ગામના ભાવનાબેન ખેંગારભાઈ નામની મહિલાને ડીલીવરી કરાવી છે તે ઉપરાંત હંજીયાસરના માણેક હમીલાબેન યુનુસભાઈ નામની મહિલાને પણ પ્રસૃતિ પીડા ઉપડતા સીએચસી માળિયા ખાતે ડીલીવરી કરવામાં આવી છે જયારે અન્ય કિસ્સામાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની કાજલબેન રવિભાઈ ભીમાણી નામની મહિલાને પ્રસૃતિ પીડા ઉપડતા ધ્રાંગધ્રા પંચનાથ હોસ્પિટલ ખાતે ખસેડીને ડીલીવરી કરવામાં આવી છે આમ જીલ્લાની આરોગ્ય ટીમે સગર્ભા મહિલાઓ માટે વિશેષ તકેદારી રાખતા આ સ્થિતિમાં પણ ત્રણ મહિલાની ડીલીવરી કરવામાં આવી છે અને ત્રણેય માતા અને બાળકોની તબિયત પણ સારી હોવાનું આરોગ્ય ટીમ પાસેથી જાણવા મળી રહ્યું છે.