- સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યૂલન્સમાં જ કરાવાઈ સફળ ડિલિવરી
- વેરાવળ તાલુકાના મેઘપુર ગામે માતા-બાળકની અમૂલ્ય જિંદગી બચી
સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસૂતિ કરાવામાં આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.
108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી રવિ લાલકિયાએ જણાવ્યું હતું કે, સવારના 02:57વાગ્યે વેરાવળ તાલુકાના મેઘપુર ગામે એક સગર્ભા મહિલા ને પ્રસૂતિનો દુઃખાવા અંગેનો સોમનાથ 108 એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો. પાયલોટ ઇસ્માઇલ ભાદરકા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચતા જ તે મહિલાને દુઃખાવો વધવાથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.
બાળકની ગર્ભ નાળ ગળામાં વિંટળાયેલી હોવાથી આ સ્થિતિ ડિલિવરી માટે જોખમી ગણાય છે. જોકે, 108ના ઈએમટીની આવડત અને 108 હેડ ઓફિસના ડૉક્ટરની સલાહ મુજબ માતા અને બાળકનો જીવ બચાવવામા આવ્યો હતો અને બંનેને ખાનગી હોસ્પિલમાં વેરાવળ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
ડિલિવરી સફળતાપૂર્વક પાર પડાતા સગા સંબંધીઓ તેમજ જિલ્લાના 108 સેવાના શીર્ષ અધિકારીઓ આકાશ અને વિશ્રુત જોષી દ્વારા સારી કામગીરી કરવા બદલ 108 ના કર્મચારીઓને બીરદાવ્યાં હતાં.
અહેવાલ : જયેશ પરમાર