૧૯ વર્ષીય પૃથ્વી શોએ વિરાટ અને અનુષ્કાસાથે પ્રથમ ટેસ્ટ મેચના વિજયને ઉત્સાહથી મનાવ્યો
ભારતે ઓસ્ટ્રેલીયાને પ્રથમ ટેસ્ટમાં ૩૧રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ૧-૦થી આગળ નીકળી ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલીયાને કોઈ પણ સીરીઝમાં પહેલી મેચ જીતવા માટે ૧૨ સીરીઝ અને ૪૫ મેચની રાહ જોવી પડી હતી. ત્યારે વાત કરવામાં આવે તો વિદેશી ધરતી ઉપર કોઈ પણ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ જીતવા માટે વિરાટ કોહલી ખૂબજ સફળ સુકાની નિવડયો છે અને ઉપલબ્ધી પણ હાસલ કરી છે.
ભારતીય સુકાની વિરાટ કોહલી એડીલેડ ટેસ્ટ મેચ જીતવાની સાથે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલીયામાં પ્રથમ એશિયન સુકાની બન્યો છે. આ ઉપરાંત ભારતે એક જ વર્ષમાં ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ જીતનારો પ્રથમ એશિયન દેશ બન્યો છે.ત્યારે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયાની ધરતી પર ટેસ્ટ મેચમાં ૧૦૦૦ રન કરવાનો પણ રેકોર્ડ નોંધાવ્યો છે જે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે.
આ તકે પ્રથમ ટેસ્ટમાં ઈજાના કારણે નહીં રમેલા પૃથ્વી શોએ ભારતની જીતને બિરદાવી હતી અને એડીલેડ ખાતે કેપ્ટન વિરાટ કોહલી અને તેમની ધર્મપત્ની અનુષ્કા શર્મા સાથે જીતને માણી હતી. વાત કરીએ તો વિરાટ કોહલીઅને અનુષ્કા શર્મા પોતાની પ્રથમ લગ્નની સાલગીરાહ એડીલેડ ખાતે મનાવશે. ત્યારે ૧૯વર્ષીય ઓપનીંગ બેટ્સ મેન પૃથ્વી શો બીજા ટેસ્ટ મેચમાં રમવા માટે પોતાની જાતને શારીરિક રીતે સક્ષમ બનાવી રહ્યો છે.
જયારે રાહુલ દ્રવિડે પણ ભારતને ઈંગ્લેન્ડઅને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં જીત હાસીલ કરાવવા મદદ કરી હતી પરંતુ ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ મેચ જીતવામાં તે નિષ્ફળ નિવડયા હતા. ભલે વિરાટ કોહલીએ પ્રથમટેસ્ટમાં કોઈ સર્વાધિક રન નોંધાવ્યા ન હતા પરંતુ ટીમને વિજય સુધી પહોંચાડવા તેમનો સિંહ ફાળો રહ્યો હતો. જયારે આગામી ૨જો ટેસ્ટ ૧૪ ડિસેમ્બરના રોજ પર્થ ખાતે યોજાશેઅને ત્યારબાદના બન્ને ટેસ્ટમેચ મેલબોર્ન અને સીડની ખાતે યોજાશે.