સર્જરીથી દોઢ વર્ષના દિવ્યરાજના ફેફસામાં ફસાયેલુ ટોપરું કાઢી જીવનદાન આપ્યું

માત્ર દોઢ વર્ષનું બાળક દિવ્યરાજ સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે અતિ ગંભીર પરિસ્થિતિમાં હતું. શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી તેમજ ફેફસામાંથી અવાજ આવતો હતો. ચીલ્ડન વિભાગના ડોક્ટર દ્વારા તેમનો એક્સરે કાઢવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે ફેફસામાં કંઈક છે. ત્યારબાદ તેનો સીટી સ્કેન કરતા બાળકની પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. જેમાં ડાબી બાજુનું ફેફસું સંકોચાઈ જમણા ફેફસા પર દબાણ કરતુ હતું. ફેફસામાં રસી, મસા અને સોજો ચડી ગયેલો.  મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેનું ઓપરેશન કરવું જરૂરી હતું. ઓપરેશન સમયે તેનું ઓક્સિજનનું લેવલ ઓછું રહેતું હોઈ એનેસ્થેસિયા આપવામાં આવે તો બ્રેઈન ડેડ કે હૃદય બંધ પડી જવાની અતિ જોખમી પરિસ્થિતિ વચ્ચે સર્જરી કરવી પડે તેમ હતી. એનેસ્થેટિક દ્વારા ઓક્સિજનની માત્ર જળવાઈ રહે તે પ્રકારે સતત કાળજી રાખી અમારે બે ભાગમાં ઓપરેશન કરવું પડ્યું તેમ રાજકોટ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.

31 1

ત્રણ એમ.એમ. ના દૂરબીન અને મશિન દ્વારા શ્વાસનળી અંદર નાખી સતત સર્જરી કરવી પડે, પહેલા ભાગમાં સક્સન કરી રસી બહાર કાઢ્યા, ઓક્સિજન લેવલ ખુબ ઘટી જતા જમણા ફેફ્સમાંથી ફસાઈ ગયેલ વસ્તુ બહાર કાઢવા બ્રેક લેવો પડ્યો. ફેફ્સુ સંકોચાઈ ગયેલું તેની તેમજ મસાની ટ્રીટમેન્ટ કરી. ચાર દિવસના વિરામ બાદ બીજી સર્જરી કરી ખુબ ઓછા સમયમાં કોઈપણ પ્રકારે ફેફસા અને શ્વાસનળીમાં ડેમેજ નો થઈ તે રીતે દૂરબીન અને ફોરસેપની મદદથી જમણા ફેફસામાં ફસાયેલા ટુકડાને બહાર કાઢયો. ખુબજ ધીરજ માંગી લે તેવી આ પ્રક્રિયા નિયત સમયમાં પુરી કરી જીવના જોખમે બાળકને ૧૭ દિવસથી ભોગવી રહેલ પીડામાંથી મુક્ત કર્યો ત્યારે ડો. સેજલ સહીત સમગ્ર મેડિકલ ટીમ અને તેમના પરિવારને રાહત અને ખુશીનો અપ્રિતમ આનંદ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.