સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલનો ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ

હાલની પ્રવર્તમાન કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ ગોકુલ હોસ્પિટલના ડોકટરોએ ખડા પગે સેવા આપી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું પરંતુ ત્યારબાદ બે સુપર સ્પેશિયાલીસ્ટ  ડોકટરો તથા સ્ટાફ વેરાવળ ખાતે દર્દીઓની સુવિધા માટે ત્યાં તપાસ કરવા ગયા હતા અને ત્યાં કોરોના થી સંક્રમિત થતા આ ચેઇન ને તોડવી આવશ્યક બની હતી. જેના ભાગરુપે ગોકુલ હોસ્૫િટલના ચેરમેન ડોકટર પ્રકાશ મોઢા તથા મેનેજીંગ ડાયરેકટર જગજીવનભાઇ સખીયાએ તાત્કાલીક ધોરણે હોસ્પિટલની બધી જ સેવાઓ સામાજીક જવાબદારીના ભાગરૂપે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને ડોકટરો ના સંપર્કમાં આવેલ સ્ટાફને સેલ્ફ કોરન્ટાઇન રહેવા સુચના આપી હતી અને બન્ને હોસ્પિટલને સેનીરાઇઝ કર્યા બાદ તા.ર૩મી જુન મંગળવારથી બન્ને હોસ્પિટલના તમામ વિભાગો દર્દીઓની સેવા માટે પુન: કાયરત થઇ રહ્યા છે.

કોવિડ ફ્રી ગોકુલ હોસ્પિટલ અષાઢી બીજ ના શુભ અવસર પર ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે સંકલ્પ કરે છે કે શ્રેષ્ઠતા સત્યતા, પારદર્શકતાના સિઘ્ધાંત પર અમે આજ પણ કાયમ છીએ તથા આપની કોઇ પણ જાતની તકલીફ માટે ચોવીસ કલાક સાત દિવસ હાજર છીએ. ગોકુલ હોસ્પિટલ ખાતે તમામ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ ડોકટરો ઉપલબ્ધ છે. તેઓ એથિકલ પ્રેકિટસ કરે છે તથા ગોકુલ હોસ્પિટલના તમામ વ્યવહારમાં સંપૂર્ણપણે પારદર્શકતા જોવા મળે છે.

માત્ર રાજકોટ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગવું નામ ધરાવતી ગોકુલ હોસ્પિટલ ર૩મી  જુનના રોજ ૩૦ વર્ષ પુરા કરે છે. ગોકુલ હોસ્પિટલની સ્થાપના આજથી ત્રીસ વર્ષ પહેલા ડો. પ્રકાશ મોઢા જેઓ ન્યુરો અને સ્પાઇન સર્જન છે તેમના દ્વારા કરવામાં આવી હતી. શરુઆતના વર્ષોમાં તેઓ અકસ્માતથી થતી ઇજાઓ  તથા મગજ અને સ્પાઇન ને લગતા ઓપરેશન કરતા હતા. ત્યારબાદ તેમની ટીમમાં જુદા જુદા સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો જોડાતા ગયા. ૨૦૦૬માં ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા તથા ડો. તેજસ કરમટા તેમની ટીમમાં જોડાતા એક નવો વિભાગ  કે જેને ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે તેની શરૂઆત થઇ આ વિભાગમાં તમામ પ્રકારના ગંભીર રોગો ઉપરાંત ઝેરી દવા, સર્પદંશ, ડેન્ગ્યુ સ્વાઇન ફલ્યુ વગેરેની સારવાર નો સમાવેશ થાય છે. ગોકુલ હોસ્પિટલ પાસે પોતાનું ઇ.સ.એમ.ઓ. મશીન પણ હોવાથી કોઇપણ પ્રકારની ઝેરી ટીકડા ખાધેલા હોય તેવા દર્દીઓની પણ સચોટ સારવાર થઇ શકે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ગોકુલ હોસ્પિટલ ખાતે ૧પ થી વધારે આ પ્રકારના દર્દીઓને સફળ સારવાર ઇ.સી.એમ.ઓ. મશીનની મદદથી કરવામાં આવી છે. આ માટે જરુરી કવોલિફાઇડ નર્સિગ સ્ટાફ ઉપરાંત ડોકટરોની ટીમ જર્મનીથી તાલીમ પામેલ છે. મે ૨૦૧૯ માં રાજકોટમાં જ કુવાડવા રોડ ખાતે અદ્યતન સાધનોથી સજજ અને અત્યાધુનિક સુવિધાઓ સાથે ગોકુલ હોસ્પિટલના નામથી જ બીજું સોપાન શરુ કરવામાં આવ્યું. હાલના તબકકે બન્ને હોસ્પિટલમાં થઇ ૪૦ થી વધારે સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સ ગોકુલ હોસ્પિટલમાં સેવાઓ આપે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ, બહોળો  અનુભવ ધરાવતી અને ઉચ્ચતમ ડીગ્રીઓ ધરાવતી ક્રીટીકલ કેરની ટીમ તથા ન્યુરો અને સ્પાઇન સર્જનની ટીમ માત્ર ગોકુલ હોસ્પિટલ ખાતે છે જે ગોકુલ હોસ્પિટલ માટે ગૌરવની બાબત છે.

ગોકુલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૫,૫૦,૦૦૦ થી વધારે દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત ગોકુલ હોસ્પિટલ દ્વારા ૩૦,૦૦૦ થી વધારે જુદા જુદા પ્રકારના જટિલ ઓપરેશનો કરી દર્દીના જીવન બચાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર રાજકોટ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત વિદેશથી દર્દીઓ અહીં સારવાર માટે આવે છે અને ખૂબ સંતોષ લઇ પાછા જાય છે.

ગોકુલ હોસ્પિટલની બન્ને હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોનો ઇલાજ એક જ છત્ર હેઠળ કરવામાં આવે છે, ઉપરાંત ગોકુલ હોસ્પિટલ ખાતે તેમની પોતાની પેથોલોજી તથા રેડિયોલોજીની સુવિધા છે. પેથોલોજીમાં લોહી પેશાબની તમામ પ્રકારની તપાસ કરવામાં આવે છે જયારે રેડીયોલોજીમાં સીટી સ્કેન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.