રાજકોટ ખાતે આહીર સમાજ દ્વારા આયોજિત સત્કાર સમારંભમાં મંત્રી જવાહરભાઇ ચાવડાનું અદકેરૂ સન્માન કરાયું
પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાનું આહીર સમાજ, રાજકોટ દ્વારા હેરિટેજ પેલેસ રાજકોટ ખાતે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી જવાહરભાઇએ ઉપસ્થિત વિવિધ શહેરોમાંથી પધારેલા સમાજના અગ્રણીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓનો આભાર માનતા તેમની ૩૦ વર્ષથી વધુની રાજકીય કારકિર્દીની સફળતામાં માત્ર આહીર સમાજ નહીં પરંતુ તમામ સમાજનો સાથ સહકાર અને વિશ્વાસ રહેલો હોવાનું લાગણી સાથે જણાવ્યું હતું.
મંત્રી ચાવડાએ સફળતા માટે સમય સાથે પરિવર્તન જરૂરી હોવાનું જણાવતા કહ્યું હતું કે, જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી હોઈ છે.
આ તકે તેમણે જણાવ્યું હતું કે, આહીર સમાજ હંમશા અન્ય સમાજ સાથે સમન્વય સાધી ચાલનારો સમાજ રહ્યો છે આપણે સૌએ હંમેશા આહીર સમાજનું ગૌરવ વધે તેવા સામાજિક કાર્યો કરવા તેમણે શીખ આપી હતી.
આ પ્રંસગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, લાલુભાઇ ખીમાણીયા, નાગદાનભાઇ ચાવડા, કાનાબાપા કાનગડે પ્રાસંગીક ઉદબોધનમાં સમાજની દીકરીઓ શૈક્ષણિક રીતે આગળ આવે અને સમાજનું સામાજિક તેમજ શૈક્ષિણક સ્તર ઊંચું આવે તેમજ ઉચ્ચ જગ્યાઓએ સમાજના યુવાઓ નોકરી પ્રાપ્ત કરે તે પ્રકારે આયોજન કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આહીર સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રી જવાહરભાઈનું શાલ, તલવાર, મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ થી અભિવાદન કર્યું હતું.સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા એ કર્યું હતું.
આ પ્રંસગે મતી નીતાબેન ચાવડા, જે.ડી.ડાંગર, જવાહરભાઈ હુબલ, દેવધનભાઈ આહીર, વસરામભાઇ લૈયા સહીત વિવિધ શહેરમાંથી આવેલા સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો જોડાયા હતાં.