-
આગામી એક પખવાડીયામાં રાજકોટ સહિત રાજયના અનેક વિભાગીય નિયામકની બદલીના ઓર્ડર નીકળવાની શકયતા
-
રાજકોટના ડી.સી રૂ.૧૫૪ કરોડના બસપોર્ટના પ્રોજેકટથી સંપૂર્ણ વાકેફ: સમયસર બસપોર્ટ બનાવવું નવા ડીસી માટે મોટો પડકાર
રાજકોટ સહિત રાજયભરના આગામી એક પખવાડીયામાં વિભાગીય નિયામકોની બદલીના ઓર્ડર નીકળે તેવી શકયતા સેવાઈ રહી છે. રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાનો ત્રણ વર્ષનો કાર્યકાર પુરો થઈ ચુકયો છે અને હવે બદલી થાય તેવા પુરા સંકેતો દેખાઈ રહ્યા છે.
રાજકોટથી અમદાવાદ, ગાંધીનગરની વોલ્વો સેવા આ ઉપરાંત તેમજ અત્યાર સુધી રાજકોટથી ગાંધીનગર નોનસ્ટોપ બસ નહોતી જે થોડા દિવસો પહેલા જ નોનસ્ટોપ બસ રાજકોટથી ગાંધીનગર શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ વાત કરવામાં આવે તો રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ૩ વર્ષ પૂર્વે ચાર્જ સંભાળ્યો ત્યારથી આજદિન સુધી રાજકોટના લોકોને એસ.ટી.થી ઘણા બધા લાભો થયા છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો રાજકોટ એસ.ટી. ડિવીઝનને અનેક નવી બસો મળી છે. તેમજ અનેક નવા રૂટ પણ ચાલુ કરવામાં આવ્યા છે. ખાસ તો ઉલ્લેખનીય છે કે રાજકોટને આગામી સમયમાં રૂ.૧૫૪ કરોડના ખર્ચે અદ્યતન એરપોર્ટ જેવું બસપોર્ટ મળવાનું છે ત્યારે આ બસપોર્ટના પ્રોજેકટથી રાજકોટના ડીસી દિનેશ જેઠવા સંપૂર્ણ વાકેફ છે. જોકે સમયસર બસપોર્ટ બનાવવું નવા ડીસી આવશે તેના માટે મોટો પડકારપ સાબિત થશે. હાલ તો રાજયભરના અનેક વિભાગીય નિયામકની બદલીના સંકેતો મળી રહ્યા છે. જોકે આગામી સમય જ બતાવશે કે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકની બદલી થશે કે કેમ ? રાજકોટના લોકોની પણ લાગણી છે કે, આગામી ત્રણ વર્ષ સુધી હાલના જ ડીસી રાજકોટ એસ.ટી.નો કાર્યભાર સંભાળે અને જલ્દીથી શહેરને એરપોર્ટ જેવું બસપોર્ટ મળે.