ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન યોજાયેલા સેમિનારમાં સ્વસહાય જૂથના 70થી વધુ બહેનો રહી ઉ5સ્થિત
દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ડે એનયુએલએમ યોજના અંતર્ગત સામજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં કાર્યરત સ્વ સહાય જુથના બહેનો માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીજ કોર્પોરેશન દ્વારા નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટને સરકારી સબસિડી માટેની યોજના માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સેમિનારમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ યોજના હેઠળ 10 લાખ સુધીની સબસિડી તથા સ્વ સહાય જુથના સભ્યને 40,000 સુધીની મળવા પાત્ર લોન તેમજ ગુજરાત રાજ્યમાં હાલમાં કાર્યરત ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ગૃહ ઉદ્યોગ તેમજ નાના પ્રોસેસિંગ યુનિટોને આ યોજનાની સહાય દ્વારા વધુ સારી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ થાય અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન માઇક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ યોજનાની માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની સાથોસાથ રસ ધરાવનાર વ્યક્તિને એક જ સ્થાન પર બધા જ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ યોજના અંતર્ગત નાના ફૂડ પ્રોસેસિંગ યુનિટોને અપગ્રેડ કરવા માટે તેમજ નવું યુનિટ શરૂ કરવા માટે પ્રોજેક્ટ ખર્ચની 35 ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ સિવાય પણ અનેક પ્રકારની સુવિધાઓ આ યોજના અંતર્ગત આપવામાં આવી રહી હતા. જે બાબતથી માહિતગાર કરવામાં આવેલ હતા. આ સેમીનારનું આયોજન અભ્યુદય સંસ્થા દ્વારા કરવામાં આવેલ જેમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી.ના પ્રતિનિધિઓ ડો.પ્રશાંત જોશી તથા મોનિકાબેન ભોઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ સેમિનારમાં રાજકોટ મહાનગર પાલિકા અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ સ્વ સહાય જૂથના 70 થી વધુ બહેનો અને એનયુએલએમ મેનેજરો તથા એનયુએલએમ સમાજ સંગઠકો ઉપસ્થિત રહ્યા હતા.