વઢવાણ એપીએમસીના પૂર્વ ચેરમેને એક જ કર્મચારીના કારણે ખેડૂતોને હાલાકી પડતી હોવાનું કારણ જણાવ્યું

સુરેન્દ્રનગર તેમજ વઢવાણ તાલુકાના સીસીઆઈ કેન્દ્ર દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ખરીદીમાં હાલ ટેકાના ભાવ રૂ.૧૦૪૦ તેમજ ઘઉના ભાવ રૂ.૩૮૫ પ્રતિમણ આપવામાં આવી રહ્યા છે. આ ભાવમાં ખેડૂતોનો માલ લેવામાં નિર્ણય કરવા બદલ સરકારને ખેડૂતો અભિનંદન પાઠવી રહ્યા છે પરંતુ ખરીદ કેન્દ્રો પરથી એક જ કર્મચારી હોવાથી અનેક ખેડુતોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આથી જિલ્લાના ખેડુત આગેવાન તેમજ વઢવાણ એપીએમસીના ચેરમેન મોહનભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.  આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં સરકાર દ્વારા સીસીઆઈ મારફતે ખેડુતોના કપાસ અને ઘઉની ખરીદી કરવામાં આવી રહી છે જેના પોષણક્ષમ ભાવો આપવામાં આવતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. પરંતુ ખરીદ કેન્દ્રો પર માત્ર એક જ કર્મચારી હોવાથી  ખેડૂતોને હાલાકી પડી રહી છે. જ્યારે વડોદ કેન્દ્રમાં પ૦ ટ્રેકટર અને દેદાદરામાં રપ ટ્રેકટર મળી કુલ ૭૫ ટ્રેકટરની ખરીદી થાય છે. જ્યારે એપીએમસી વઢવાણ ખાતે રજીસ્ટરમાં ૪ હજાર જેટલા ટ્રેકટરનું બુકીંગ કરવામાં આવે છે જેમાંથી પ૯પ જેટલા ટ્રેકટરની ખરીદી થઈ છે જ્યારે હાલ અંદાજે ૩પ૦૦ ખેડૂતોની ખરીદી બાકી છે. આગામી ચાર મહિના સુધી ખુટે તેમ નથી. આથી અન્ય કોઈપણ જગ્યાએ ત્રીજુ કેન્દ્ર શરૃ કરવું જરૃરી છે અને કર્મચારીની નિમણુંક કરી છેપરંતુ વઢવાણ એપીએમસીમાં ગોલમાલ થઈ છે જેની જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી વઢવાણ તાલુકાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. આથી જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.