પીવાનું પાણી, ટોયલેટ, એસ.ટી.બસ સ્ટોપ આપવા સહિતની વ્યવસ્થા કરવા માંગ
અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ખેડુતોને સુવિધા મળે તે હેતુથી ઉભા કરાયેલ શેડ મોટા ભાગે વેપારીઓ અને સરકારની ટેકાની ખરીદીની કામે સતત ભરેલા રહે છે.શેડ નં.1 થી 5 એક શેડ સરકારની ટેકાની ખરીદીમાં રોકાયેલ છે 3 શેડ વેપારીઓના માલથી ખીચોખીચ ભરેલા છે અને એક માત્ર શેડ ખેડુતોની જણસ નાખવા માટે ઉપબ્ધ છે છેલ્લા બે થી ત્રણ દિવસથી માલની હરરાજી થયેલ તેનો તોલ પણ થયેલ નથી જેથી ખેડુતોને વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં ઠાલવવા મજબુર થવુ પડે છે તેમજ વધુ માલની આવકના સમયે ખુલ્લા મેદાનમાં મગફળી કપાસની હરરાજી ગયા પછી કલાકો સુધી માલનું તોલાટ કામ થતું નથી અને દુર દુરથી આવેલ ખેડુતોને મુશ્કેલી થાય છે
તેમજ આ ખુલ્લા મેદામાં રાત્રીના સમયે હાઈમાસ્ટ ટાવરો હોવા છતાં વેપારીઓ તોલાટ કાર્ય ઓછા અજવાળાના બાનાતળે વજન કરતા નથી તેમજ આ ખુલ્લા મેદાનમાં ખેડુત મજુર કે વેપારીઓને તડકામાં પીવાના પાણીની સુવિધા અગાઉ રેકડીથી અપાતું જે બંધ હોવાથી દુર શેડના સ્થળે પાણી પીવા જવું પડે છે તે પણ મોળુ પાણી હોવાથી પાણીની બોટલો ખરીદવા મજબુર થવું પડે છે તેમજ આ ખુલ્લા મેદાનમાં કોઈપણ જગ્યાએ ટોયલેટ બ્લોકની સુવિધા નથી અમરેલી માર્કેટ યાર્ડ જિલ્લા કક્ષાનું સૌથી મોટુ યાર્ડ હોવાથી દુર દુર 50/100 કિમિ દુરથી ખેડુતો ભાડાના વાહનોમાં માલ ભરી આવતા હોય છે
જેને યાર્ડના ગેંઈટ પર સરકારી એસ.ટી. બસ સ્ટોપ કાયદેસર મળેલ ન હોવાથી બસો પણ ઉભી રાખતા નથી આ માર્કેટ યાર્ડ અમરેલી શહેરથી 5 થી 7 કિ.મી. દુર આવેલ છે અને ખાનગી વાહનોની સુવિધા ન હોવાથી મુશ્કેલી પડે છે તો આ માટે પણ નિયામકએ એસ.ટી. વિભાગીય કચેરી મારફત . કાયદેસર બસ સ્ટોપ મળે તેમ કાર્યવાહી થવા તેમજ ટેકાના ભાવે ખરીદાય રહેલ મગફળીમાં નવા બારદાન 500 ગ્રામના હોવા છતાં 1200 ગ્રામ ખેડુતના કપાત કરવામાં આવે છે તેમજ સારી કવોલોટી મગફળી ને નાપાસ કરી દેવાના પણ ઘણા બનાવ બન છે
તો આ માટે ઉપર દેખભાળ રાખવા તેમજ આવતા યાર્ડના અધિકારી કર્મચારી ને ડ્રેસ કોર્ડ યનિફોર્મ ન હોવાથી સુપરવાઈઝર વિગેરે ઓને ખેડુત ઓળખતા ન હોવાના કોઈ જરૂરી બાબત રજુ કરી શકતા નથી આ અંગે નિર્મિત યાર્ડમાં ખેડુતને પડતી મુશ્કેલી ઓની રજુઆત ને યોગ્ય રીતે સત્વરે સમસ્યાનું નિરાકણ કરવા નાથાલાલ સુખડીયા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.