રોજગારી ન મળે ત્યાં સુધી બે રોજગાર ભથ્થું આપવા માંગ
દિવ્યાંગોએ રોજગારી ગેરેન્ટી તેમજ રોજગારી ન મળે ત્યાં સુધી ભથ્થુ આપવાની માંગ સાથે આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવાયું હતું કે, હાલની આ વૈશ્ર્વિક મહામારીમાં પણ સરકારનાં દરેક આદેશોને શિરોમાન્ય રાખી તેઓના દરેક દિશા-નિદેર્શોનું પાલન અમો કરતા આવ્યા છીએ અને પોતાના ધંધા રોજગાર બંધ થવા નોકરીમાંથી છુટા કરી દેવાના અનેક કિસ્સાઓ છતાં પણ દ્રઢ નિશ્ર્ચચી સરકાર જરુર આ અંગે પગલા લેશે તેવી આશા સાથે દિવ્યાંગો પોતાને અને પોતાના પરિવારને ટકાવી રાખવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિ સમયની જાહેરાતો આદેશો હોય કે અનલોક થયા બાદના આટલા દિવસો વીત્યા બાદ પણ અત્યાર સુધી સરકાર દ્વારા જાહેર કરાતી કોઇપણ યોજનાઓ આદેશો પેકેજ કે સહાયમાં કયાય પણ દિવ્યાંગ શબ્દ શુઘ્ધા વિસરાઇ હવે ગુજરાત રાજયના દિવ્યાગોની ધીરજ તેઓની હદ વટાવી ચૂકી છે. રાજયના દિવ્યાંગોની હવે સરકાર સમક્ષ એક માત્ર માંગ છે. દિવ્ગાયોને તેઓની લાયકાત અનુસાર રોજગારની સઁપૂર્ણ ગેરંટી આપવામાં આવે અને રોજગાર કે નોકરી જયાં સુધી ન આપી શકાય તેવા કિસ્સામાં લધુતમ વેતન કાયદા અનુસાર જીવન નિર્વાહ માટે બેરોજગારી ભથ્થું આપવામાં આવે આ અંગે તત્કાલ યોગ્ય નિર્ણયો લેવા અને કલેકટરને દિવ્યાંગો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.