બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના પરિપત્ર મુજબ વકીલો સફેદ શર્ટ પહેરીને કાર્ય કરી શકશે: દિલીપ પટેલ
કોરોનાની મહામારીને ડામવા લોકડાઉનમાં માત્ર અરજન્ટ મેટર ચલાવવા અને વકીલોને કોટ અને ઝભા ડોન પહેરવાની છૂટ હોવા છતાં હાઇકોર્ટના જસ્ટીઝ એડવોકેટને ડ્રેસમાં દલીલ કરવાનું કહેતા એડવોકેટ સુપ્રિમ કોર્ટના પરિપત્ર હોવાનું કહેતા જસ્ટીસે મુદત નાખી હતી આ મામલે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચીફ જસ્ટીઝને પત્ર લખી યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ કોરોનાની મહામારી અંતર્ગત સુપ્રિમ કોર્ટ દ્વારા એડવોકેટને કોટ અને ઝભા પહેરવામાંથી મુકિત આપવાનો પરિપત્ર હોવા છતાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ સમક્ષ સફેદ શર્ટ પહેરીને વિડીયો કોન્ફરન્ટથી દલીલમાં હાજર થતા જસ્ટીસે તેમને ડ્રેસમાં દલીલ કરવાનું જણાવતા એડવોકેટ દ્વારા સુપ્રિમ કોર્ટના પરિપત્ર હોવાનું જણાવતા જસ્ટીસે મેટરમાં મુદ્દત નાખી હતી.આ મામલની જાણ જાગૃત અને વકીલોના પ્રશ્ર્ને હંમેશા લડત લડતા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલને જાણ થતાં તેઓએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખીત રજુઆત કરી હતી.સુપ્રિમ કોર્ટના પરિપત્રમાં ગાઉન અને કોટમાંથી મુકિત આપવામાં આવેલી છે.
ત્યારે હાઇકોર્ટના જસ્ટીસે સુપ્રિમના પરિપત્રનું ઉલ્લધન કર્યુ છે. આથી યોગ્ય કાર્યવાહી થવા વિનંતી તેમજ દેશની તમામ અદાલતોએ સુપ્રિમ કોર્ટના નિર્ણય કરેલ છે. સફેદ શર્ટ, સફેદ સલવાર અને સફેદ સાડી સાથે વ્હાઇટ નેક એન્ડ બેન્ડ પહેરી શકે છે. આ બાબત બી.સી. આઇ. એ પણ જણાવેલ હતું.
આ મહામારીના સમયમાં ડ્રેસમાં બદલે કામ અને કેઇસના નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે.