પડધરી કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર
ગુજરાત સરકારે ખેડુતની દરેક જણસીની ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરેલ છે. પરંતુ કપાસની સી.સી.આઇ. ની ખરીદીમાં હજી કોઇપણ પ્રકારની જાહેરાત કરેલ નથી. ખેડુતોનો કપાસનો માલ તૈયાર થયેલી છે. હાજર બજારમાં કપાસના ભાવનું પ્રમાણ ઓછું છે. મજબુરન ખેડુતોને માલ વહેચવો પડે છે. જેથી ખેડુતોને નુકશાન થાય છે. સરકારે તાત્કાલીક સી.સી.આઇ. ની ખરીદી કરવી જોઇએ.
આ વર્ષ અતિવૃઘ્ધિનું વર્ષ હતું. છેલ્લા પણ માવઠું થયેલ હતું. તેના હિસાબે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. તેના હિસાબે મગફળીમાં પણ ભેજની ટકાવારી વધારે હોય છે. ટેકાના ભાવની ખરીદીમાં સરકારી નિયમ જુબ ૮ ટકા છે. તેમાં માત્ર ખેડુતોને મદદ કરા માંગતી હોય, તો મગફળીના ટેકાના ભાની અંદર લગતા ખર્ચ અને મોંધવારીના પ્રમાણમાં ભાવ વધારો કરવો જોઇએ. તો જ ખેડુતોને ફાયદો થાય.
ગુજરાત સરકારે પાંજરાપોળો માટે આ વર્ષે નવી સહાયની જે જાહેરાત કરેલ છે. તે જાહેરાતમાં જમીન મર્યાદા જે રાખેલ છે તે યોગ્ય નથી. ઘણી ગૌશાળાઓ અને પાંજરાપોળો પાસે માલીકીની જગ્યા નથી તેમ છતાં લાખો ગાયોની સેવા કરે છે. તો સરકારે તે દરેક ગાયોને મદદ રૂપ થઇ શકે તે માટે જમીન મર્યાદાનો નિયમ લાગુ ન પડવો જોઇએ, અને દરેક
ગાયોને સહાય મળે તેવું સરકારે આયોજન કરવું જોઇએ, ભારતીય કિસાન સંઘ પડધરી દ્વારા ખેડુતોની વિવિધ માંગણીઓને લઇ મામલતદાર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.