કોર્પોરેશનના કોલ સેન્ટરમાં જુલાઈ માસમાં નોંધાય 33402 ફરિયાદો: ડ્રેનેજ નંબર 1, પાણી અને લાઈન પર પારાવાર ફરિયાદ
સ્માર્ટ સિટી સાથે મેટ્રો સિટી બનવા તરફ પણ જેટગતિએ આગળ વધી રહેલા રાજકોટમાં રોજ સુરેજ ઉગે અને પ્રાથમિક સુવિધાને લગત 1077 ફરિયાદો નોંધાય છે. જૂલાઈ માસમાં કોર્પોરેશનના ચોપડે 33402 ફરિયાદો નોંધાય છે. જે પૈકી 2032 ફરિયાદો પેન્ડિંગ છે. જયારે 27710 ફરિયાદો નો નિકાલ કરી દેવામાં આવ્યો છે. 1977 ફરિયાદ ખાનગી માલીકીના સ્થળની હોવાના કારણે તેનો નિકાલ કરી શકાયો નથી.
ડ્રેનેજની ફરિયાદો સૌથી અવ્વલ છે જુલાઈ માસમાં ડ્રેનેજને લગતી 18 હજારથી પણ વધુ ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ લાઈન ચોક અપ હોવાની કેઓવરફલો થતી હોવાની 16652 ફરિયાદો જયારે ડ્રેનેજ લાઈન બરાબર મેઈન્ટેન થતી ન હોવાની 1352 ફરિયાદો નોંધાઈ છે.રોશની શાખા બીજા નંબરે છે ગત મહિને પડેલાભારે વરસાદના કારણે શહેરમાં સ્ટ્રીટ લાઈટના ભારે ધાંધીયા સર્જાયા હતા સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સમયસર ચાલુ થઈ ન હોવાની, લાઈન ઉડી ગઈ હોવા સહિતની 6194 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જયારે પાણીને લગતી 1910 ફરિયાદો નોંધાઈ છે. જેમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની પાણી ન આવ્યું હોવાની પુરતા સમય માટે પાણી ન આવ્યું હોવાની, ડહોળા પાણીની વધુ સમય પાણી આવ્યું હોવાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લગતી 2992 ફરિયાદ નોંધાય છે. જેમાં સફાઈ ન થતી હોવાની અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મિનિ ટીપર આવતી ન હોવાની કચરો ઉપાડતા ન હોવાની ફરિયાદો નોંધાય છે.બાંધકામ શાખાને લગતી 2033 ફરિયાદ, સીટીબસની 155 ફરિયાદ, મરેલા ઢોરને લગતી 432 ફરિયાદ, દબાણ હટાવને લગતી 305 ફરિયાદ, ફુડ બ્રાંચને લગતી 15 ફરિયાદ, બગીચાને લગતી 467 ફરિયાદ, વોંકળા સફાઈની 57 ફરિયાદ, ટાઉન પ્લાનીંગ શાખશને લગતી 158 અને મેલેરીયા શાખાને લગતી 239 ફરિયાદ નોંધાય છે. જુલાઈ માસમાં 33420 ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધાઈ ચૂકી છે.