જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર એકધારો વધતા જસદણ શહેરની સરકારી હોસ્પિટલના ઓક્સિજન સુવિધા વાળા 24 બેડ ના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાથી ફુલ થઈ જતા જરૂરીયાત વાળા અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સારવાર નહી મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ એસ. સંઘવીએ જસદણ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એમ.બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરીને જસદણ શહેર તેમજ પંથકની વાસ્તવિક વણસી રહેલી પરિસ્થિતિ ના ચિતારથી અવગત કરાવી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધા શરૂ કરાવવા રજૂઆત કરતા જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓની ગંભીરતા સમજી કેબિનેટ મંત્રી બાવળીયાએ રાજકોટ કલેક્ટર સાથે વાત કરી વહેલીતકે વિરનગર ખાતેના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સેવા શરૂ કરવા ખાત્રી આપી હતી.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત