ગ્રામજનોને સામાન્ય સરકારી કામો અંગે પડતી મુશ્કેલી નિવારવા લોધીકા સરપંચ સંગઠનની માંગ
લોધીકા તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આજરોજ તાલુકા પંચાયતમા બધા ગામના સરપંચએ મળીને તાલુકાના ગામડાના પ્રશ્ર્નોની લેખીતમાં એક રજુઆત તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ને કરેલી કે તાલુકાના ગામડાના લોકોના રાશનકાર્ડ જે બંધ થઈ ગયેલ છે તેમને અધિકારી આવીને ગામના આગેવાનોને ભેળા રાખીને સવે કરે તેમજ ગામ પંચાયતના અભિપ્રાયથી ફરી ચાલુ કરી આપે જેથી કરીને જરૂરીયાતમંદ લોકોને તાત્કાલિક ધોરણે અનાજ મળી રહે વિધવા સહાય માટે બહેનોને બહુ તકલીફ પડે છે તેમજ લોધીકા તાલુકાના અડધા ઉપરના ગામો રૂડામા આવે છે તેમને કોઈ જાતની સુવિધાઓ રૂડા તરફથી મળતી નથી તેમજ છેલ્લા દશેક વષેથી તાલુકાના ગામના લોકોને સો ચોરસ વાર કે પચાસ ચોરસ વારના મફત પ્લોટો મળેલ નથી તો પરિવાર વધતા તેમને રહેવા માટે ના મકાન નું શું તો આવા પરીવારને પ્લોટની ફાળવણી થવી જોઇએ અથવા શહેરની જેમ આવાસ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો ને મળવો જોઇએ લોધીકાના સરપંચ જેન્તીભાઇ વસોયા હરીપર પાળ ના સરપંચ મુન્નાભાઈ વિરડા ઢોલરા સરપંચ દિનેશભાઈ બગથરીયા લક્ષ્મી ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા ચાંદલી વિપુલભાઈ મોરડ ખાંભા રાજભા જાડેજા પીપરડી પ્રવિણભાઇ સંખારવા મોટાવડા ભીમસિહ જાડેજા અભેપર પ્રવિણભાઇ કોટડીયા રાવકી બહાદુરસિંહ જાડેજા ઉડ ખીજડીયા મિલનભાઈ કથિરીયા રાતૈયા મહાવિરસિહ જાડેજા નગરપીપળીયા સરપંચ કમલેશભાઈ સાકરીયા જેતાકુબા હિરજીભાઇ રાઠોડ હરીપર રઝાકભાઇ ઠેબા તરવડા ભીખુભા વાગુદડ મુકેશભાઈ વિરડા વાજડી વડ કરશનભાઈ પરમાર સાંગણવા ખીમજીભાઈ કોરાટ દેવગામ વિશાલભાઈ ફાગલિયા સહિત ના સરપંચ ઉપસ્થિત રહેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તથા ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર સહિત ના રજૂઆત કરવામાં જોડાયેલ હતા.