રાજયની ભાજપ સરકારને કેન્દ્રની એડવાઈઝર એજન્સી ગણાવતા રેશ્મા પટેલ.

 તાજેતરમાં કેન્દ્રની ભાજપ સરકાર દેશભરના સવર્ણ સમાજ માટે ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરતા તેનો પ્રથમ અમલ ગુજરાત સરકારે કર્યાની મસમોટી જાહેરાત કરી પણ વાસ્તવમાં આ વાત પોકળ સાબિત થઈ છે. તાજેતરમાં ઓએનજીસીની ૭૩૭ની ભરતીમાં ઈબીસીમાં કોઈ જ બેઠકો નહીં હોવાનું ભાજપના જ નારાજ મહિલા નેતા રેશ્મા પટેલે કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાત રાજયમાં પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ચાર વર્ષ થયા અનામતની માંગણી માટે આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલનમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યા કયાંય પાટીદાર સમાજની બહેન દિકરીની ઈજજત પણ લુંટાણી અનેક સરકારી મિલકતોને નુકસાન થવા પામ્યું. પાટીદાર સમાજના અનેક યુવાનો ઉપર ગંભીર કલમો લગાડી જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

આખરે કેન્દ્ર સરકારે થોડાક સમય પહેલા સમગ્ર દેશના સવર્ણો માટે ૧૦ ટકા ઈબીસી અનામતની જાહેરાત કરી આદકતરી રીતે પાટીદાર સમાજનો રોષ દુર કરવા પ્રયત્ન કરેલ પણ આ ઈબીસીના અમલ બીજા દિવસે રાજયની ભાજપ સરકારે ગુજરાત રાજય પ્રથમ ઈબીસીની અમલવારી કરશે તેવી મસમોટી ગુલાંગો મારી તાજેતરમાં જ ઓએનજીસીની ૭૩૭ની ભરતી ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ પણ તેમાં કયાંય ઈબીસી બેઠકોમાં સમાવેશ નહીં હોવાથી ગુજરાત ભાજપના નેતા અને એક સમયે પાસના સાથીદાર રેશ્મા પટેલ ભારે રોષે ભરાયા છે. ગુજરાતની ભાજપ સરકારને કેન્દ્રની એડવાઈઝર એજન્સી ગણાવી આકરી ઝાટકણી કાઢેલ છે.

આ અંગે કેન્દ્ર અને રાજય સરકાર સામે રોષ ઠાલવતા જણાવેલ કે ભારત દેશ ૨૦૦ વર્ષ ગોરાઓની ગુલામીમાંથી મુકત તો થયો પણ વર્તમાન આપણે શાસન ચોરોની માનસિક ગુલામીમાં સપડાઈ ગયા છીએ. કારણકે આ તાનાશાહી ભાજપ સરકારને લોકોનો તો ડર જ નથી. ૧૦ ટકા ઈબીસી અનામતને તો મજાક બનાવીને રાખી દીધું છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજય પ્રથમ ઈબીસીની અમલવારી કરવાવાળુ એવી બુમો-બરાડા પાડતી સરકારે તો જવાબ આપો કે ઓએનજીસી ગુજરાતની ૭૩૭ બેઠકોની નોકરીની ભરતીમાં ૧૦ ટકા ઈબીસીનો કવોટા કયાં ગાયબ કરી દીધો ?

ગુજરાતમાં ઓએનજીસી નોકરી ભરતીમાં ૧૦ ટકા ઈબીસીને લોલીપોપ અને ચુંટણીલક્ષી જાહેરાત માનુ છું. કારણકે આની પહેલા પણ સિવિલ જજની ભરતીમાં ઈબીસી કવોટા ન હતો. દેશને ગુમરાહ કરવા યુવાનોને છેતરવાવાળી ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર માત્ર તાનાશાહીના ઈશારે લોકોને છેતરવાનું કામ કરે છે.

ગુજરાત રાજય ભાજપની રૂપાણી સરકાર માટે કેન્દ્રની એડવાઈઝર એજન્સી છે એ વાત આજે સાબિત થાય છે. એટલે જ ગુજરાતની જનતામાં અવાજ છે કે રૂપાણી સાહેબ સતા સંભાળતા ના આવડતી હોય તો મુખ્યમંત્રી તરીકેની જવાબદારીમાંથી મુકત થઈ જવાય તેમ ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલે જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.