જય વિરાણી, કેશોદ
કેશોદ પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ, ઘટનાને બે મહિના વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર
જુનાગઢ જિલ્લાના કેશોદના એક પરિવારની દિકરીના અપહરણ કેસ બાબતે AIMIM પાર્ટી દ્વારા DGP ગાંધીનગરને લેખિત ફરિયાદ.
બે મહિના અગાઉ કેશોદ શહેરના એક મીલમા નોકરી કરતા અને પોતાનુ પેટીયું રડતા એક ગરીબ પરિવારની તેર વર્ષ અને છ માસની દિકરીના અપહરણની ફરિયાદ તે દિકરીના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ. આ ફરિયાદના અનુસંધાને પોલીસ તપાસ કોઈ ખાસ તબક્કે ના પહોંચતાં અપહરણનો ભોગ બનનાર દિકરીના પિતાએ પોલીસ સ્ટેશનન જઈને જાણકારી મેળવતા એવુ જણાવવામા આવેલ કે તપાસ ચાલુ છે અને આરોપીઓ જલ્દી પકડાઈ જાશે
જેથી એક દુખી પિતાને અપેક્ષા હતી કે પોતાની દિકરી મળી જાશે પરંતુ બે માસ વીતી ગયા છતાં દિકરીની કોઈ ભાળ ના મળતાં ભાંગી પડેલા પિતાએ અનેક આગેવાનોને અને જુનાગઢ જિલ્લાના AIMIM ના પ્રમુખ સુલેમાનભાઈ પટેલને આ દુખી દાસ્તાન કહેલ અને ન્યાય અપાવવા સહકાર માગેલ ત્યારે સુલેમાન પટેલે આ બનાવને ગંભીરતાથી લઈને જે તે લાગતા વળગતા અધિકારીઓને લેખિત તેમજ ઓનલાઈન ફરિયાદ કરેલ.
પરંતુ તપાસ ઠેરની ઠેર જણાતા તેઓએ અમદાવાદ જઈ AIMIMપાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા તેમજ અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ સમશાદભાઈ પઠાણને આ બાબતથી વાકેફ કરેલ અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન મુજબ આજરોજ AIMIM પાર્ટીના અમદાવાદના હોદ્દેદારો તેમજ જુનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાનભાઈ પટેલ અમદાવાદ શહેરના પ્રમુખ સમશાદભાઈ પઠાણ વગેરેએ સાથે રહી ગાંધીનગર જઈ અપહરણ નો ભોગ બનનાર દિકરીની તાત્કાલિક શોધ કરવા હુકમ કરવા માટે DGP ગુજરાતને રુબરુ જઈ લેખિત ફરિયાદ આપેલ છે.
આ ફરિયાદ આપતાં DGP ગુજરાતે આ બાબતની ગંભીર નોંધ લઈ કેશોદ પોલીસ સ્ટેશને ફોન કરી અને તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા આદેશ કરેલ છે તેમજ લેખિત આદેશ પણ કરવાનું જણાવાવામા આવેલ છે.