ગુજરાત રાજય સરકાર દ્વારા 11 વર્ષે જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જંત્રીના દરમાં ડબલ વધારો કર્યો છે. ત્યારે આ જંત્રીના બમણા ભાવ વધારાના નિર્ણય બાબતે તેમજ રેલ્વેમાં સિનિયર સિટિઝનને ટિકિટ દરમાં ક્ધસેશન આપવા સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ તેમજ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણને રજૂઆત કરી છે.

મોરબી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ જત હાલના સમય અનુસાર ગરીબ-નબળા અને મધ્યમ વર્ગને મકાન તથા જમીન ખરીદવી ઘણી મુશ્કેલ છે. તેવા સંજોગોમાં નોટબંધી, કોરોના, લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે તેવા સંજોગોમાં રાજ્યસરકારે જંત્રી દરમાં બમણો વધારો કરેલ છે તે અયોગ્ય છે.

રેલવે બજેટમાં સિનિયર સિટીઝનોને ટિકિટમાં કન્સેશન આપવા માંગ કરાઈ

આ માટે ફરીને તેની વિચારણા કરીને જે જંત્રી દરમાં કરેલ બમણા વધારાને ઘટાડીને યોગ્ય નિર્ણય કરવો જોઈએ.આ ઉપરાંત રેલ્વે બજેટમાં જે અમૃતકાળનું બજેટ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણ દ્વારા ગણાવવામાં આવ્યું છે પરંતુ દુ:ખની વાત એ છે કે સિનિયર સીટીઝનને રેલ્વેની ટિકિટમાં ક્ધસેશનથી રાહત મળતી હતી તે હજુ પણ વર્તમાન બજેટમાં ચાલુ કરેલ નથી તે દુ:ખની વાત છે, તો આ સિનિયર સિટિઝનને તાત્કાલિક ક્ધસેશન રાહત ચાલુ કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.