આમ તો ઉનાળાની સીઝનમાં કેરી મુખ્ય ફળ હોય છે. પરંતુ આ ઉપરાંત પાણીથી ભરપૂર ફળો જેમ કે તરબૂચ, સાકર ટેટીની માંગ પણ વધુ હોય છે. સાકર ટેટી શરીરમાં ઠંડક આપવાની સાથે જ બિમારીઓને પણ દૂર કરે છે. શાકર ટેટીમાં સૌથી વધુ પ્રમાણમાં પાણી રહેલું હોય છે. આ ઉપરાંત તે કિડનીને પણ સાફ રાખે છે. અને વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે.
– ડાયાબીટીસ : સાકર ટેટીમાં ઘણાં પ્રકારના એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ગંભીર બિમારીઓને દૂર કરવામાં મદદરુપ બને છે. ડાયાબીટીસ દર્દીઓ માટે સાકર ટેટી ખૂબ જ ફાયદાકારક ફળ છે. જેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબીટીસ પણ નિયંત્રણમાં રહે છે.
– વજન ઘટાડવા : સાકર ટેટીમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાના કારણે વજન વધવાનો ટેન્શન રહેતું નથી. તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા અધિક હોવાને કારણે શરીરમાં એનર્જી માટે મદદરુપ બને છે. અને તેને ખાવાથી પેટ પણ જલ્દી ભરાય જતું હોય છે.
– આંખો : મોટા ભાગના આંખોના રોગો સક્કર ટેટીના સેવનથી દૂર થાય છે. ટેટીમાં રહેલાં વીટામીન-એ અને સીના કારણે આંખની રોશની વધે છે.
– હાડકા : સક્કર ટેટી રહેલ વિટામિન સી શરીરના કુ-તત્વોનો નાશ કરે છે. માટે હાંડકા લાંબા સમય સુધી મજબૂત રહે છે. અને માંસ પેશીઓ પણ સ્વસ્થ રહે છે.
– કેન્સર : ટેટીમાં રહેલા ગુણો કેન્સર સામે લડવામાં મદદરુપ બને છે. તેથી શરીરમાં રહેલાં કેન્સરના મૂળ આપોઆપ નાશ પામે છે. આ ઉપરાંત પ્રોટીનના કારણે ત્વચા પણ સ્વસ્થ અને તરોતાજા રહે છે. કોલાજનની ઘાવને ભરવામાં પણ ટેટી ઉ૫યોગી છે.
– કિડની : સાકર ટેટીમાં ડાઇયુરેટીકની ક્ષમતા વધુ હોય છે. માટે કિડનીની બિમારીમાં ઘટાડો થાય છે. જો સાકર ટેટીના રસમાં લીંબુ નાખીને તેનુ સેવન કરવામાં આવે તો સંધીવાના અસહ્ય દુ:ખાવા જેવા રોગોમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,