ભુજ: સ્વામીનારાયણ મંદિર નરનારાયણદેવ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં 400ની આસપાસ હરિભકતો જોડાયા
તીર્થધામ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી દિવસો માં ભગવાન નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું. ધામધુમ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક હરિભકતો એ સંતો પાસે એવી ઈચ્છા વ્યકત કરેલ કે જે ઠાકોરજી ની સેવા પુજારી સંતો કરે છે એ જ રીત ની સેવા શું અમો કરી શકીએ..આ અંગે કોઠારી શ્રી. દેવપ્રકાશદાસજી અને અન્ય સંતો એ પુજય મહંત સ્વામી ધર્મનદંનદાસજી, પાર્ષદ જાદવજીભગત, સ.દ સ્વામી પ્રેમપ્રકાશદાસજી વિગેરે સંતો સાથે પરામર્શ કરી લોક કલ્યાણ અર્થે ભવ્ય મહાપૂજાનું સરસ આયોજન ગામઠી ધાર્મિક માહોલ વચ્ચે ધરવામાં આવ્યું છે. ગાયના ગોબર અને લીંપણ થી સુશોભિત પુજા ખંડ માં એક સાથે 400 હરિભક્તો આ મહાપુજા કરી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે દરેક હરિભક્ત સમક્ષ ઠાકોરજી જાણે સુવર્ણ થી સુશોભિત મૂર્તિ ને પરોઢિયે ગંગાજળ અને પંચામૃત થી અભિષેક કરી અલંકાર જડીત મનમોહિત ઠાકોરજીની મુર્તિને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવે છે ત્યારબાદ મહા પુજા ની શરૂઆત સંતો ના શ્લોકો અને આરતી સાથે થાય છે,
મહાપૂજા વિશે માહિતી આપતાં મંદિરના સંત સૂખદેવસ્વરૂપદાસજી એ જણાવ્યું હતું કે, બે માસ ચાલનાર આ ભક્તિ યજ્ઞ માં કચ્છ સાથે સમગ્ર ગુજરાતના હરિભક્ત ભાઈ બહેનો આ મહાપુજાનો લાભ લઇ રહ્યા છે. દૈનિક અલગ અલગ ભાવિકો આ મહાપૂજા નો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. સવારે 7.30 થી 11.15 , 12 થી 3 મંત્ર અનુષ્ઠાન, ત્યારબાદ ક્ષમાપ્રાર્થના બાદ મહાપુજા માં ભાગ લેનાર સર્વે હરિભક્તો 4 વાગ્યે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ભંડાર કોઠારી દિવ્યસ્વરૂપદાસજીએ મંદીર ના પ્રાંગણ મા આવેલ ભોજન કક્ષ સરસ રીતે વ્યવસ્થા કરાવી આપેલ છે જેથી પુજા પુર્ણ થયા બાદ સંપૂર્ણ સ્વાદિષ્ટ આહાર પૂજાર્થીઓ તૃપ્ત થઈ શકે
ભુજ ધામ માં બિરાજમાન નરનારાયણ દેવ મૂર્તિના પ્રસ્થાપિતને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે જેના ઉપલક્ષમાં
દ્વિ – શતાબ્દી મહોત્સવ નું આયોજન થવા જઈ રહ્યું છે જે અંતર્ગત નરનારાયણ દેવ સભાગૃહ ખાતે 45 દિવસથી લોકઆત્મ કલ્યાણાર્થે આ મહાપૂજા ચાલી રહી છે જે મહાપુજા નું કાર્ય હજુ 15 દિવસ કાર્યરત ચાલતું રહેશે આ મહાપુજા નો લાભ અનેક ભાવિક ભક્તો લઇ પોતાના જીવાત્મા ને કલ્યાણ ના માર્ગ તરફ વાળી રહ્યા છે. આ મહાપૂજા ને શાસ્ત્રોક વિધિઓ દ્રારા શાસ્ત્રી સ્વામીઓમાં
શ્રી રામકૃષ્ણદાસજી અને સ્વામી અને સૌનકમુની દાસજી સંભાળી રહ્યા છે જયારે પુરુષો ના વિભાગ માં અન્ય સંતો અને નરનારાયણ દેવ યુવક મંડળ જયારે મહિલા વિભાગ માં યુવતી, મહિલા મંડળ અને સત્સંગી ભાઈ- બહેનો સેવાઓ આપી રહ્યા છે.