સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા.
સુભાષચંદ્ર બોઝે પોતાના જીવનમાં સહુથી પહેલા ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો. ત્યારબાદ ૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટ ને મારવા માંગતા હતાં. તેણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારી ને મારી નાખ્યાં. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથ ને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોર થી રડ્યાં. તેમણે ગોપીનાથ નું શબ મંગાવી તેનું અંતિમસંસ્કાર કર્યું. આથી અંગ્રેજ સરકારે એવું નિષ્કર્ષ કર્યું કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારકો સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓ નું સ્ફ્રૂર્તીસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુ ને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમાર ની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યાં.
૫ નવેમ્બર, ૧૯૨૫ કે દિવસે, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યાં. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી હતી. મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુત ખરાબ થઈ ગયી. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવા થી ઇનકાર કરી દીધો.
સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યાં જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શકે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતી એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યૂ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યાં. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.
૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મહાપૌર (મેયર)તરીકે ચુંટી લેવામાં આવ્યાં. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.
ત્યારબાદ ૧૯૩૨માં સુભાષબાબુ ને ફરી કારાવાસ થયો. ત્યારે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા. આવી જ રીતે સુભાષચંદ્ર બોઝે પોતાના જીવનકાળ દરમ્યાન કુલ બાર વર્ષ કારાવાસ ભોગવી હતી.