વલ્લભ ક્ધયા કેળવણી મંડળ દ્વારા શિક્ષણ જગતમાં સિમાચિહનરૂપ કામગીરી કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા માટે વાલજીભાઈ ભાલોડીયા પ્રેરિત ‘શ્રી સુભદ્રાબેન શ્રોફ પારિતોષિક’ એનાયત કરવામાં આવે તે કડીમાં આ વર્ષનો પારિતોષિક સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા ડો.સોનલબેન ફળદુને એનાયત કરવામાં આવ્યો હતો.
સંસ દ્વારા નિર્ણાયક તરીકે પ્રવિણભાઈ ઠક્કર, ઈશ્ર્વરભાઈ પરમાર અને પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી ભેંસદડીયા કામગીરી સોંપવામાં આવેલ હતી. જેમાં અનેક શિક્ષકોમાંી ડો.સોનલ ફળદુની પસંદગી કરવામાં આવી હતી.
ત્યારે કડવીબાઈ વિરાણી ક્ધયા વિદ્યાલય ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડવીબાઈની બાળાઓએ સ્તૃતિગાન કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ, માતૃવંદના અંતર્ગત શાળાની વિર્દ્યાીનીઓએ કથ્ક નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.
ત્યારબાદ વલ્લભ ક્ધયા કેળવણી મંડળના નિયામક ઉર્મિલાબેન દેસાઈએ ડો.સોનલ ફળદુની ક્ધયા કેળવણી ક્ષેત્રની કામગીરીને બિરદાવી તેઓને ‘સરદારપુત્રીનું બિરુદ’ આપી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ગાંધીજીની સત્ય, અહિંસા અને પ્રમાણિકતાના પ પર આગળ વધી સેવા કાર્ય કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના મુખ્ય અતિિ તરીકે રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના શુભ હસ્તે ડો.સોનલ ફળદુને એવોર્ડ, ગૌરવ લેખ તરીકે સ્મૃતિ ચિન્હ અને રૂ.૨૧૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.