પીજીવીસીએલ દ્વારા ડેલીગેશન ઓફ પાવર્સ પોલીસીમાં ફેરફાર
કામમાં થતા વિલંબને અટકાવવા કચેરીઓને મંજૂર કરવાના થતા કામની ખર્ચ મર્યાદામાં દોઢથી લઈને ચાર ગણી સુધીનો વધારો
પીજીવીસીએલ માં થતાં વિવિધ કામો જેવા કે જોડાણો, કનેક્શન્સનું સ્થળાંતર, કામચલાઉ જોડાણો, ઙઉઈ પુન:જોડાણ વગેરે તેમજ સિવિલ વર્ક્સ જેવા કે કંપનીના ઉપયોગ માટે સ્ટોર હાઉસ અને ઓફિસ આવાસ માટે મકાન ભાડે લેવા, બિલની માપણી અને ચુકવણી અને પરિવહનમાં સત્તાઓ વધારવા માટે જરૂરી વહીવટી મંજૂરીની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી સત્તાઓ એટલેકે ડી.ઓ.પી.(ડેલિગેશન ઓફ પાવર્સ) માં સુધારો કરવાની માટે મંજૂરી હાલમાં જ આપવામાં આવી.
લાઈન કામ માટેના વર્ક ઓર્ડરમાં ડિવીઝન કચેરીને રૂ.10 લાખની બદલે રૂ.30 લાખ સુધીની રકમ ઓનલાઈન પ્રક્રિયાથી અપાશે
અત્યાર સુધી કાર્યરત ડી.ઓ.પી.. (ડેલિગેશન ઓફ પાવર્સ) વર્ષ 2005 થી અસ્તિત્વમાં છે તેમજ તેમાં નજીવું અપડેટ વર્ષ 2006 માં કરવામાં આવેલ હતું. તે બાદ આશરે 17 વર્ષ વીતી ગયા હોય અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા સબ ડીવીઝન ઓફીસ સ્તરે, ડીવીઝન ઓફીસ સ્તરે, સર્કલ ઓફીસ સ્તરે વધુ સરળ કરવા માટે ડીઓપીમાં પુનરાવર્તન જરૂરી હતું. વધુમાં ઘણાવર્ષોમાં વેતન અને કાચા માલની કિંમતમાં વધારાને કારણે એકંદર કિંમતો (ફુગાવો) વધ્યો છે. આથી, સામગ્રીની કિંમતો અને શ્રમ વેતનના દર વાર્ષિક ધોરણે બદલાતા રહે છે તેટલા જ કામ માટે ના વહીવટી મંજૂરી ના પાવર્સની લીમીટ ઓળંગાઈ ગઈ હોય રોજબરોજની વહીવટી પ્રક્રિયાની મંજુરીમાં વિલંબ થતો હતો. અત્યાર સુધી કાર્યરત તાંત્રિક મંજૂરીઓ ના ડી.ઓ.પી. (ડેલિગેશન ઓફ પાવર્સ) સબ ડીવીઝન લેવલે 2 લાખ રૂ., ડીવીઝન લેવલે 6 લાખ રૂ. અને સર્કલ ઓફીસ લેવલે 10 લાખ રૂ. હતાં જે હવે વધારીને સબ ડીવીઝન લેવલે 8 લાખ રૂ., ડીવીઝન લેવલે 15 લાખ રૂ. અને સર્કલ ઓફીસ લેવલે 25 લાખ રૂ. કરવામાં આવ્યા છે. આવીજ રીતે લાઈન કામ માટે આપવાના થતા વર્ક ઓર્ડર અગાઉ ડીવીઝન કચેરી દ્વારા 10 લાખ સુધીના અપાતા હતા તે હવે રૂ. 30 લાખ સુધી ઓનલાઈન પ્રક્રિયાથી આપવામાં આવશે. આમ ડી.ઓ.પી. માં સુધારો કરવાથી વહીવટી પ્રક્રિયાનું સરળીકરણ, ઝડપી વહીવટી મંજુરીને કારણે કામગીરીમાં થતાં વિલંબમાં ઘટાડો થશે તેમજ ઉપલી કચેરીઓ પરવહીવટી મંજુરી આપવાનું ભારણ ઘટતાં મોનીટરીંગ અને દેખરેખના કામ માટે યોગ્ય સમય મળી રહેશે.
શીડયુલ ઓફ રેટસમાં ફેરફાર: કોન્ટ્રાકટરો માટે વિવિધ કામોમાં કરાયો ભાવ વધારો
પીજીવીસીએલમાં વર્ષ 2018-19 ના (શીડ્યુલ ઓફ રેટ્સ) જુન-2022 સુધી અમલમાં હતા. વીજ વિતરણ ક્ષેત્રે વિવિધ કામગીરીઓ જેવીકે કેપિટલ વર્કની કામગીરી, લાઈન મેઈન્ટેનન્સની કામગીરી, ટ્રાન્સફોર્મર મેઈન્ટેનન્સની કામગીરી, ડીસ કનેક્શન-રીકનેક્શન ની કામગીરી, અન્ડરગ્રાઉન્ડ કેબલ સ્થાપિત કરવાની કામગીરી, લોખંડના ફેબ્રિકેશનની કામગીરી કરવામાં આવે છે. આ કામોમાં છેલ્લા 3 વર્ષથી ભાવ વધારો થયો ન હતો.
કમિટી દ્વારા યોગ્ય સમીક્ષા કરી જે કામોના અગાઉ ન હતા તેવા નવા 44 કામોના જ.ઘ.છ. બનાવી ઉમેરવામાં આવ્યા હતા. હાલના સમય પ્રમાણે મીનીમમ વેજીસમાં વધારો, ડીઝલની કિંમતમાં વધારો, હોલ પ્રાઈઝ ઇન્ડેક્સમાં વધારો વગેરે પરિબળોને ધ્યાને લઇ અને ભાવોની સમીક્ષા કરી ભાવવધારો મંજુર કરવામાં આવ્યો છે. અને તા. 28.06.2022 ના રોજ પરિપત્ર દ્વારા પીજીવીસીએલની દરેક કચેરીને આ અંગે જાણ કરેલ છે. આ ભાવ વધારો તા. 01.07.2022 કે તે પછીથી નવા બહાર પડતાં ટેન્ડરોને લાગુ પડશે.
વેન્ડરોને આઈડી અપાશે, તેના આધારે તમામ ટેન્ડરમાં ભાગ લઈ શકશે
પીજીવીસીએલ દ્વારા તેની વેન્ડર રજીસ્ટ્રેશન પોલીસીને શરુ કરી નવિન અભિગમ અપનાવેલ છે. આ પ્રક્રિયાથી હાલ જે કોન્ટ્રાક્ટર ભાઈઓ પીજીવીસીએલ સાથે કામ કરી રહ્યા છે તેમને વેન્ડર રજીસ્ટ્રેશન કર્યા બાદ એક યુનિક આઈ.ડી. પણ આપવામાં આવશે. આ યુનિક આઈ.ડી. દ્વારા પીજીવીસીએલ હેઠળની કોઇપણ કચેરીમાં કોઇપણ નવિન વહીવટી ગુંચ વગર સરળતાથી વેન્ડર/કોન્ટ્રાક્ટર પીજીવીસીએલ દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં ભાગ લઇ શકશે. વેન્ડર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂજબ સરળ રાખવામાં આવી હોય વધુ ને વધુ સારા વેન્ડરો / વિક્રેતાઓ કંપની સાથે જોડાશે. હયાત કોન્ટ્રાકટરો તેમજ નવા કોન્ટ્રાકટરો પણ ભાગ લઇ શકશે. આ પ્રક્રિયાથી જે તે એજન્સીઓ વેન્ડર રજીસ્ટ્રેશન પોલીસીના નક્કી કરેલ માપદંડો તમામ સ્તરે યોગ્યતા ધરાવતી હોય તેને રજીસ્ટરડ વેન્ડર તરીકે પ્રમાણિત કરવામાં આવશે. આમ આ રીતે પ્રજાલક્ષી કામગીરી પણ સુદ્રઢ થશે અને કામગીરી વધુ ઝડપી સમયમાં પૂર્ણ થશે.