ગાંઠીયાથી શરૂ થયેલી ગોપાલ નાસ્તાની સફર આજે નુડલ્સ સુધી પહોંચી: સ્વાદ પ્રેમીઓ માત્ર રૂ. 10 માં મસાલા નુડલ્સનો ચટાકો લઇ શકશે

આગામી સમયમાં નુડલ્સમાં વિવિધ વેરાયટીઓ સાથે પાસ્તા પણ ઉપલબ્ધ થશે: રાજભાઇ હદવાણી

નમકીનનું નામ કોઈપણના મોઢે આવે એટલે પહેલા ‘ ગોપાલ’ને યાદ કરે તેવી શાખ ‘ ગોપાલ સ્નેકસ લી.’એ જમાવી દીધી છે . ચવાણું , સેવમમરા , સાબુદાણા , ગાંઠીયા સહીતની 85 થી વધુ આઈટેમો બજારમાં મુકનાર ગોપાલ સ્નેકસ લી . દ્વારા હવે ‘ શોટ ગો ’ નુડલ્સ સાથે ઇન્સ્ટન્ટ ફુડની બજારમાં પ્રવેશ કરાયો છે . માત્ર 2 મીનીટમાંજ હળવો નાસ્તો તૈયાર થઈ જાય તે પ્રકારના ગોપાલના ‘ શોટ ગો ’ નારાજસા નુડલ્સને લોકો હોંશે હોંશે વધાવી રહ્યા છે.

પત્રકાર પરિષદ સંબોધતા ગોપાલ સ્નેકસના રાજભાઇ હદવાણીએ જણાવ્યું હતું  ગોપાલ નમકીનનો પ્રારંભ આમ તો 1994 માં થયો હતો . આ ત્રણ દાયકાના સમયમાં લોકોએ ગોપાલ નમકીનને ભરપુર પ્રેમ આપ્યો છે . સામે ગોપાલ નમકીને પણ ઉત્તમ કવોલીટી અને હાઈજેનીક ફુડ આપી લોકોના વિશ્વાસને બરકરાર જાળવી રાખ્યો છે .

Screenshot 16

આજે તો ગોપાલ નમકીન ગુજરાત ઉપરાંત રાજસ્થાન , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ સહીતના રાજયોમાં પહોંચી ચુકયુ છે . ગામડાના ખુણેથી લઈને મોટા શહેરો સુધી શાખાઓ વિસ્તારી છે . વાર્ષિક 1300 કરોડથી પણ વધુનું ટર્નઓતર ધરાવે છે . સમયની માંગને અનુસરવા સતત પ્રયત્નશીલ રહે છે . એટલે જ હવે યંગ જનરેશનની માંગને ધ્યાને લઈ નુડલ્સ ક્ષેત્રે ઝંપલાવ્યુ છે . જેમાં હાલ પ્રાથમિક ધોરણે રૂ .10 માં મસાલા નુડલ્સના ‘ શોટ ગો ’ નામથી 60 ગ્રામના પેકેટ બજારમાં મુકયા છે . જેને આગામી સમયમાં 300 ગ્રામના પારિવારિક પેકેટ સુધી લઈ જવાની પુરી તૈયારી બતાવી છે . સાથો સાથ ટુંક સમયમાં પાસ્તાના પેકેટ બજારમાં મુકવા માટે પણ ગોપાલ નમકીન પરિવાર ખુબ આતુર છે .

નફો કમાવાને બદલે ગ્રાહકને ફાયદો કરાવવાના મંત્રને સાર્થક કરતા આ ગોપાલ નમકીનની શરૂઆત કઈ રીતે થઈ તે જોવા જઈએ તો મારા પિતા વિઠલભાઈએ ફરસાણની દુકાન ભાદરા ગામે શરૂ કરી હતી . જેમાં મે ખુદ ગાંઠીયા બનાવતો હતો.  બાદમાં રાજકોટ આવ્યા અને  આ ગાંઠીયાન પકડ આઈટેમ તરીકે મુકવાની પહેલ કરી . લોકોએ તેનો સ્વીકાર પણ કર્યો . આમ પેકડ ગાંઠીયાની શરૂઆત સૌપ્રથમ કરવાનો શ્રેય ગોપાલ નમકીને મેળવ્યો છે .

બાદમાં ગોપાલ નમકીનના બેનર હેઠળ ચવાણુ, સેવમમરા, સાબદાણા, વેફર, વાટકા મમરી ( સ્નેક પેલેટસ ) સહીતની આઈટેમો ઉમેરાતી ગઈ . આજે ગોપાલ નમકીના નામથી 85 થી વધુ આઈટેમ બજારમાં ફરી રહી છે . રૂ .5 થી માંડીને રૂ .75 સુધી પેકડ નાસ્તાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે . જેમાં હવે ‘ શોટ ગો ’ નુડલ્સનો ઉમેરો થયો છે . અને આગામી સમયમાં પાસ્તા પણ ઉમેરાશે .

બજારમાંથી ગમે તેવો ચણાનો લોટ લેવાને બદલે જાતે જ બજારમાંથી ચણાની ખરીદી કરી જાતે જ લોટ તૈયાર કરે છે . આવુ જ વિવિધ મસાલાનું છે . હળદર , મરચુ , ધાણાજીરૂ સહીતના મસાલા પણ જાતે જ તૈયાર કરે છે . લોકોને સમયસર અને તાજેતાજો માલ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન પણ પોતેજ ડેવલપ કર્યુ છે . 250 થી વધુ પોતાના જ ટૂક દોડાવે છે .

આજે યોજવામાં આવેલ આ પત્રકાર પરીષદને બીપીનભાઈ હદવાણી , શ્રીમતી દક્ષાબેન હદવાણી , રાજભાઈ હદવાણી , શ્રીમતી શીવાંગીબેન હદવાણીએ સંબોધી હતી .

ગોપાલ નમકીન લોકોના આરોગ્યનું પહેલા ઘ્યાન રાખે છે: બીપીનભાઇ હદવાણી

‘અબતક’ સાથેની વાતચીતમાં ગોપાલ સ્નેકસના ફાઉન્ડર બીપીનભાઇ હદવાણીએ જણાવ્યું હતું કે, ગોપાલની શરુઆત ખુબ જ નાના પાયાથી થઇ હતી. આજે ર9 વર્ષથી સતત ગ્રાહકોને વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. જેમાં ગાંઠીયા સેવ મમરા, સાબુદાણા, વેફર, વાટકા , મમરી સહિત આજે નુડલ્સનું પણ લોન્ચીંગ કર્યુ છે. અમે કવોલીટી પર ખુબ જ ફોકસ કરીએ છીએ. પહેલેથી જ ઉચ્ચ ગુણવતા યુકત કવોલીટીના ફરસાણનું વેચાણ કરીએ છીએ. તેના કારણે જ સાથે અમારી પ્રગતિ થઇ છે. અને 1400 કરોડ સુધીનું ટન ઓવર પહોચ્યું છે. અને હજુ ભવિષ્યમાં વધતું જ રહેશે તેવી આશા છે. ગુજરાત ઉપરાંત બીજા રાજયોમાં પણ નેટવર્ક વધતું જાય છે. અમારો મુખય બિઝનેસ ફરસાણનો હતો.

લોકોની ડિમાન્ડના કારણે નવી નવી પ્રોડકટસ લોન્ચ કરતા ગયા. મારા પિતાજીએ અમને શીખવ્યું છે. કે આપણે જે ખાઇએ છીએ તે જ ખવડાવવું તેથી પહેલી જ કવોલીટી બાબતે કોમ્પ્રોમાઇશ કર્યુ છે. કે સસ્તુ બનાવી વધુ નફો મળે તેવા પ્રયત્નો કર્યા નથી. લોકોને ઓછા ભાવમાં સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવતા વાળી વસ્તુઓ મળે છે તેથી જ આજે અમને સફળતા મળી છે.આજે અમને નુડલ્સને લોન્ચ કરી ત્યારે એટલું કહીશ કે અમે હેલ્થ બાબતે ખુબ જ કાળજી રાખીએ છીએ.

આપણે ઘરમાં જેવું ખાતા હોય ત્યારે જે કાળજી રાખીએ તેવી જ કાળજી વેચાણ અર્થે મુકેલી પ્રોડેકટમાં રાખીએ છીએ. અમારી એક પણ પ્રોડકટમાં લોકો હેલ્થને નુકશાન થાય તેવી હોતી નથી. અમારા આ નુડલ્સ તમામ જગ્યાએ મળી રહેશે. અમે નુડલ્સના ટેસ્ટીંગ માટે દરેક જગ્યાએ ઇલકેટીક કેટલ આપી છે. તેમાંથી સીધા જ રેડી ટુ ઇટ બનાવીને ગ્રાહકોને ટેસ્ટ કરાવી શકાય તેવો પ્રયત્નો છે આગામી સમયમાં નુડલ્સમાં પણ વેરાયટી લાવીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.