સમીર હુશેન મીઠાવાળા સહિત અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ
સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસે અમદાવાદમાં ૧૭૫ કરોડના બોગસ સીજીએસટી ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૧૭૫ કરોડના ગેરકાયદે ઈનપુટ ટેકસ ક્રેડિટ ભરવાનો ખેલ સમીર હુશેન મીઠાવાલા નામના આરોપી કરી રહ્યો હતો. જેને સીજીએસટીની પ્રિવેન્ટીવ વિંગે પકડી પાડી તેના પર કેસ દાખલ કર્યો હતો. એડિશ્નલ ચિફ મેટ્રો પોલીટન જજે ૧૬ જાન્યુઆરી સુધી તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.
સમીર હુશેન મીઠાવાલા નામનો આરોપી અલગ અલગ નામે ૨૦ જેટલી કંપનીઓ ચલાવતો હતો અને અનેકવિધ બેંક ખાતાઓ વિવિધ નામોથી ખોલાવ્યા હતા અને જીએસટી રજીસ્ટ્રેશન પણ કરાવ્યા હતા જે તે સીજીએસટીના અધિકારીઓને પુછપરછ દરમિયાન જણાવ્યું હતું. આરોપી આ જીએસટી નંબરનો ઉપયોગ કરી ઈનવોઈસ ભરી જીએસટી ક્રેડિટ પોતાના ફાયનાન્સીયલ ટ્રાન્જેકશન અને વસ્તુઓના હેરફેર માટે ઉપયોગ કરતો હતો. તમામ જરૂરીયાતવાળા આધાર પુરાવા તેમના દ્વારા ભરવામાં આવ્યા હતા. કારણ કે, ધંધાની તમામ પહેલુથી તે મુખ્યત્વે વાકેફ હતો.
સાથો સાથ એમની સાથે જોડાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ સીજીએસટી કમિશનરે દ્વારા કરવામાં આવી રહી છે. સીજીએસટીના અધિકારીઓ દ્વારા સ્પષ્ટપણે માનવામાં આવ્યું છે કે, આરોપી સમીર હુશેન અ્ને તેમના અન્ય સાગ્રીતો દ્વારા આ પ્રકારના ફ્રોડ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોતાના આઉટવોડ સપ્લાયને લઈ આ પ્રકારના ઈનવોઈસ બહાર પાડવામાં આવ્યા હતા.
આ પ્રકારના ગુનાઓની મોડેસ ઓપરેન્ડીંગ એક સમાન રહેતા સીજીએસટી કમિશનરેટ અધિકારીઓને શંકા થઈ હતી અને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો સમીર હુશેન મીઠાવાળા બોગસ વેપારી હોવાથી તેને સીજીએસટીને ૧૭૫ કરોડનો ચુનો ચોપડયો હતો અને સીજીએસટી કમિશનરેટ દ્વારા આ પ્રકારના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.