સુરેન્દ્રનગર નવલ પ્રકાશ ઉપાશ્રયે બિરાજતા લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ગુરૂદેવ પ્રકાશચંદ્રજીનું ચાતુર્માસ ભવ્યતાથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે ઉપાશ્રયે તપ, ત્યાગ, દાન, ધર્મની હેલી ચડી રહી છે. જેમાં અઠ્ઠમ, અઠ્ઠાઈ, 35 ઉપવાસ સુધીની અનેક તપસ્યાઓ થતા તપના તોરણ બંધાયા છે.
સુરેન્દ્રનગર ખાતે વિવિઘ ઉપાશ્રયોમાં આચાર્ય ગુરૂદેવો ચાતુર્માસ કલ્પ બિરાજી રહ્યાં છે. તમામ ઉપાશ્રયોમાં તપ, ત્યાગ, દાન ધર્મની હેલી ચડી છે. ત્યારે નવલ પ્રકાશ ઉપાશ્રયે બિરાજતા લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ગુરૂદેવ પ્રકાશચંદ્ર સ્વામી આદિ ઠાણા 7 ની નિશ્રામાં શ્રાવકોએ બહોળી સંખ્યામાં તપની આહલેક જગાવતા તપના તોરણ બંધાયા હતા.
બુધવારથી શરૂ થતાં પર્યુષણ પર્વની ઉજવણી દ્વારા શ્રાવકોને તપ, ત્યાગ, દાન, ધર્મમાં રસ તરબોળ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.