અબતક, રાજકોટ
માં આદ્યશક્તિની આરાધનામાં નવલા નોરતે માં જગદંબાની પૂજા પાથ અને ગરબામાં રાજકોટીયન્સ પોતાની અલગ જ ઓળખાણ છોડે છે. જેમાં આ વખતે કોરોનાકાળમાં સુરક્ષા સાથે સ્ટાઇલમાં પણ અવ્વલ રહ્યા છે. જેમાં હવે ગરબાની રમઝટ સાથે ઝગારા મારતું ખેલૈયાનું માસ્ક પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના શરૂ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતાં કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ પણ આ વર્ષે શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં રોશનીના ઝળહળાટ સાથે આ વર્ષે લાઈટિંગ ફેસ માસ્કથી ખેલૈયાઓના ચહેરા ઝગમગી ઊઠે એ પ્રકારના સ્પે. લાઈટિંગ માસ્ક રાજકોટની બજારમાં વેચાઈ રહ્યાં છે.
જેમાં આ વર્ષે કઈક અલગ કરવા માટે રાજકોટમાં લાઇટિંગથી ઝગારા મારતા માસ્કનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. યુવા વર્ગમાં હંમેશાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલમાં હોમ મેડ ફિલ્ટર માસ્ક, મેડિકલ માસ્ક તથા પ્રકારના માસ્ક જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટની રંગીલી પ્રજામાં લાઇટિંગવાળું માસ્ક આકર્ષણનું કેન્દ્ર બનશે તથા નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં લાઈટિંગ માસ્કનું યુવા વર્ગમાં આકર્ષણ જોવા મળે છે.
લાઇટિંગ વાળા માસ્ક બનાવા પર માસ્ક બનાવનાર વેપારી ભરતભાઈએ જણાવ્યું હતું કે હું મારા ઘરે માતાજીનું પૂજન કરતો હતો એ વખતે મેં જોયું કે લાઇટિંગથી મંદિર ઝળહળી ઊઠે છે તો એને માસ્કમાં ઉમેરીએ તો એ પણ લાઇટિંગવાળું થઈ શકે. એ માટે મેં 15થી 20 દિવસ મહેનત ર્યા બાદ એક માસ્ક તૈયાર થયું. ખરેખર આ માસ્ક તૈયાર કરવામાં ખૂબ જ મહેનત લાગી છે. અત્યારે હું હેમુ ગઢવી હોલ પાસે ઊભો રહું છું અને આ માસ્કનું વેચાણ કરું છું.
લાઇટિંગ વાળા માસ્કમાં ફિટ થયેલી લાઈટિંગ સર્કિટ માટે નાનો સેલ લગાવવામાં આવ્યો છે. સેલની મદદથી માસ્કમાં લગાવેલી લાઈટો ઝળહળતી ઊઠે છે. રાત્રિના મોઢા પર પહેરેલા લાઈટિંગ માસ્કને કારણે દૂરથી બધાને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિએ મોઢે માસ્ક પહેર્યું છે. નવરાત્રિ હોય કે અન્ય કોઈ ફંકશન હોય, કોઈ તહેવાર હોય એમાં પણ આ માસ્ક પહેરો તો ઘણું સારું લાગે છે. હર એક તહેવારોમાં રાજકોટવાસીઓ કંઈક નવી અને અવનવી ફેશન અપનાવતા હોય છે. જેમાં આ વર્ષે સુરક્ષા સાથે સ્ટાઈલને પણ આવરી લઈ ખેલૈયાઓ માટે લાઇટિંગ માસ્ક બનાવવામાં આવ્યું છે.