આજે બપોરે સુર્યની ફરતે મેઘધનુષ જેવી અદભુત રીંગ રચાયેલી જોવા મળી હતી. આ અલૌકિક દ્રશ્ય નિહાળી લોકો અભિભુત થયા હતા. સામાન્ય રીતે સુર્યની આસપાસ આવો નજારો જુજ જ જોવા મળતો હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આને ‘સન હાલો’ કહેવાય છે. ચોમાસાના વાતાવરણમાં ઉપરના લેવલે ભેજ વધે ત્યારે એ ભેજ બિંદુઓ ઉપર સૂર્યના કિરણો પડતા તેના રિફ્લેકશનથી સૂર્ય ફરતા ‘સન હાલો’ સર્જાય રીંગ રચાય છે. જેને દેશી ભાષામાં ખગોળશાસ્ત્રમાં બ્રહ્મધનુષ પણ કહે છે. એવી માન્યતા છે કે ‘સન હાલો’ રીંગ એટલે કે બ્રહ્મધનુષ દેખાય ત્યારે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદના સંકેતો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.