ર૧ કોર કમીટી, ૧૦ થી વધુ ગામડાઓને જોડી કુલ ૩૫૦ લોકોનો કાફલો સેવા કાર્યમાં જોડાયો છે
વૈશ્વિક મહામારી કોરોના હોઇ કે પછી અન્ય કોઇ વિપદા તે સમયે લોકોની સેવા અને લોકોની વ્હારે હરહંમેશ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ઉભુ રહ્યું છે. હાલનાં સાંપ્રત સમયમાં ભુખ્યાઓને નિયમીત ભોજન મળી રહે અને તેઓની જઠરગ્નિ ઠારવા બોલબાલા સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સેવા પરમોધર્મ ઉદ્દેશીને સાર્થક કરવા બોલબાલા આગળ આવી રહ્યું છે પરંતુ પ્રશ્ર્નએ છે કે બોલબાલાની સફળતા પાછળનું રહસ્ય શું છે? કેવી રીતે માઇક્રો પ્લાનીંગ મારફતે કાર્ય કરવામાં આવે છે, કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે, એ તમામ બાબતને લઇ ‘અબતક મીડીયા હાઉસ’દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રીપોટીંગ કરવામાં આવ્યું હતું, જેમાં બોલબાલાની સફળતા પાછળનું રહસ્ય જાણવા મળ્યું હતું.
સંકટ સમયે બોલબાલા ટ્રસ્ટ હરહંમેશ લોકોની વ્હારે: જયેશભાઇ ઉપાઘ્યાય
બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઇ ઉપાઘ્યાય એ ‘અબતક’સાથેની ખાસ મુલકાતમાં જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટી મંડળની મીટીંગ મળીને નકકી કરવામાં આવ્યું કે જયાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ત્યાં સુધી ભુખીયા જરૂરીયાત મંદ લોકોને ભોજન પુરુ પાડવાનું નકકી કરવામાં આવ્યું તેમજ શહેરના અંતરયાળ વિસ્તારોમાં જઇને લોકોને ભોજન વિતરણ કરવાનું નકકી કર્યુ. ત્યારે અમે કોર ટીમ નકકી કરી તેમજ ર૧ સમિતિની રચના કરી બધાને અલગ વિભાગ સોંપવામાં આવ્યા જેમાં દરેક સ્વઇચ્છાથી કાર્ય કરે છે અને ૩પ૦ કાર્યકર્તાના સ્વયંભુ અહિ આવીને આ સેવાકીય કાર્યમાં મદદ કરે છે. અમે પહેલા દિવસથી જ કામના વિભાગ પાડવામાં આવેલ જેથી કામ સરળતાથી થઇ શકે, વિભાગની વાત કરૂં તો પહેલા કંટ્રોલ રૂમમાં ફોન આવે ભોજન માટેનો ત્યારબાદ ડિસ્પેચીંગ વિભાગ જયા રૂટ પર ભોજન વિતરણ કરવા જવાનું રહે છે. તેની ચિઠ્ઠી બનાવામાં આવે છે તેમજ કાચા માલનો વિભાગ બનાવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રાન્સ્પોર્ટેશન વિભાગ, ટુ વ્હીલર વિભાગ, ડોનેશન વિભાગ, ફોટોગ્રાફી વિભાગ, સ્થાનીક કાર્ય કરતા વિભાગ, રસોડા વિભાગ, સ્ટોર રૂમ વિભાગ અલગ અલગ ર૧ વિભાગ પાડીને ૩૦ થી ૪૦ હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પોલીસ તંત્રનો પણ ખુબ સારો સહયોગ મળ્યો છે. તેના બ્રિગેડ અમને ફાળવવામાં આવ્યા છે. શરૂઆતમાં ખીચડી, બ્રેડનું ભોજન કરવામાં આવતું હતું ત્યારબાદ રોજ મેંદો લોકોને ખવડાવો હિતાવર નથી તેના માટે અમે બહાર ગામથી અમારા ર૧ રસોડા શરૂ કરાવ્યા છે. ત્યાંથી રોજ રપ હજાર રોટલી બનીને આવે છે. અને બીજી રોટલી અહિના રસોડામાં બનાવવામાં આવે છે. બોલબાલા ટ્રસ્ટએ માનવ સેવાનો જોગ વઘ્યો છે. જયાં માનવ સેવા તથા બોલબાલા ટ્રસ્ટ દ્વારા પારદર્શક રીતે દરેક વ્યકિતને ભોજન પહોચે આવા હેતુથી ટ્રસ્ટ દ્વારા સાદુ અને સાત્વીક ભોજન અમારા કાર્ય કરતા ઓ દ્વારા નિષ્ઠાપૂર્વક ટીમ મેનેજમેનટ દ્વારા કામ થઇ રહ્યું છે. મારી વ્યકિતગત વાત કરું તો મારું દિનચર્ય સેવામાં જ રચ્યું પચ્યું રહે છે. સવારથી રાત સુધી દરેક વિભાગની વ્યવસ્થાની દેખરેખ કરવાની અને જરૂરી દરેક વસ્તુ સંસ્થામાં પહોચતી કરવાની તેમજ કોઇપણ વિભાગની કામગીરી અટકે નહી તેની ખાસ તકેદારી રાખવામાં વિતે છે. ખર્ચની વાત કરું તો ખર્ચ રોજે વધે ઘટે નહિ પરંતુ અમે શકય તેટલી દાતાઓ અને લોકો પાસેથી સહયોગ માંગી સેવાકીય કાર્યને ઓછામાં ઓછા ખર્ચ કરવાની કામગીરી કરતા હોય છે. અને મને કહેતા આનંદ થાય છે કે માત્ર ૧૦ થી ૧ર રૂપિયામાં અમારું વ્યકિત દીઠ ભોજન બનતું હોય છે. અમારી જેવી સંસ્થાઓની હુંફની જરુર છે. દાતાઓ તરફથી લોકો પાસેથી શકય તેટલો સહયોગ મળી રહે તો હજુ અમે લાંબા દિવસો સુધી આ સેવાકીય યાત્રા ચલાવી શકી છીએ.
રસોઇ સમિતિ
રસોઇ સમીટીના અશોકભાઇ દવેએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમારી સમીતી દ્વારા માર્કેટીંગ યાર્ડ ખેતરો તેમજ ડોનરો પાસેથી શાકભાજી એકત્ર કરી અહીં પહોચાડીયે છીએ. સાથે સાથે અમારા અલગ અલગ વિસ્તારોમાં ર૧ જેટલી જગ્યાએ રસોડા ચાલે છે. ત્યાં રોટલી -રોટલા- ખીચડી જેવી વસ્તુઓ બને છે. તે લાવવાનું કામ કરીએ છીએ. અમે દરરોજ બ્રેડનો ઉપયોગ ઘટે તે માટેથી રોટલી જેટલી વધુ પ્રમાણમાં બને તેવા પ્રયાસો કરીએ છીએ. અમારી આખી રપ૦ જેટલા લોકોની ટીમ છે. રોજે ભાગ પાડીને રસોઇ જુદી જુદી જગ્યાએ પહોચાડાય છે. અમે અહીં રજીસ્ટરમાં એ પણ નોંધણી કરીએ છીએ કે કયાં કયાંથી રસોઇ આવે છે.
ડીસ્પેચ વિભાગ
ડીસ્પેચ વિભાગના મૌલીકભાઇએ અબતક સાથે વાત કરતાં જણાવ્યું હતુંકે અમારી પાસે જે રીતે ડીસ્પેસ કરવાનું લીસ્ટ આવે છે તે પ્રમાણે ગાડીઓમાં ભરાવીને મોકલાવી આપવાનું કામ કરીએ છીએ. જે રીતેનું લીસ્ટ હોય તે પ્રમાણે અમે ભોજન અલગ અલગ કરી નાખીએ છીએ અમે ગાડીઓ ભરાવીએ તેમાં બે સ્વયસેવકો સાથે જતા હોય છે અમારે કુલ ૧ર રૂટ છે. અમને વિસ્તાર પ્રમાણે જોતા પ્રમાણે વ્યકિતઓનું લીસ્ટ ફોન મારફતે મળે છે. ૪૦ થી ૪પ વાહનોમાં ડીસ્પેચ થાય છે.
ટ્રાફીક બ્રિગેડ સમિતિ
ટ્રાફીક પોલીસ કર્મી સુરેશભાઇએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે હું સુરક્ષાની તમામ વિભાગ સંભાળુ છું ટ્રાફીક બ્રિગેડના જવાનોને કઇ રીતે કોની સાથે મોકલવું તે જવાબદારી મારા પર છે. જયેશભાઇના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ કામ કરે છે. તેના ઓર્ડર પ્રમાણે કામ થાય છે કઇ જગ્યાએ કોણ શું વસ્તુ લઇને જાય છે અને અધિકૃત વ્યકિત અમારા આ વિસ્તારમાં આવે નહીં તેનું ઘ્યાન મારે રાખવાનું હોય છે.
ટ્રસ્ટ ૩ કેટેગરીમાં ભોજન પહોંચાડવાની કામગીરી હાથ ધરે છે: સરકારી કચેરીઓ, સેવાભાવી સંસ્થાઓ પણ બોલબાલાની મદદ લઇ રહ્યા છે
ફૂડ સપ્લાય કંટ્રોલ વિભાગ
ફૂડ સપ્લાય કંટ્રોલ વિભાગ સમિતિ ટ્રાફીક બ્રીગેડ અને એન.એસ.એસ. સંકલન વિભાગ જેમાં ટ્રાફીક બ્રિગેડના લોકો અને એન.એસ.એસ.ના સભ્યોની હાજરી તથા તેમનું સંકલનનું કાર્ય અહીં થાય છે.
કોમ્પ્યુટર વર્ક વિભાગ
કોમ્પ્યુટર વર્ક વિભાગ કે જેમાં કોમ્પ્યુટરને લગતું તમામ કામ કરે છે. ટાઇપીંગ, ચીઠ્ઠી બનાવવી આ તમામ કામ કોમ્પ્યુટર વર્ક વિભાગ દ્વારા કરવામાં આવે છે.
ફોટો કલેકશન વિભાગ
ફોટો કલેકશન તથા ફોટો એડીટીંગ કરી સ્લાઇડ બનાવવાનું તમામ કાર્ય તથા સ્લાઇડો લોકો સુધી પહોચાડવાનું કાર્ય માટેની અલગ સમીતી છે.
હાજરી પત્રક વિભાગ
આ કમીટી દ્વારા રોજે રોજ સેવા આપવા આવતા સ્વયંસેવકની હાજરી પુરવાની કામગીરી કરે છે. સાથે સાથે જે સવયંસેવકો ગેરહાજર હોય છે તેમને ફોન કરીને તેમના ખબર અંતર પુછવાની કામગીરી કરે છે.
પુછપરછ સમિતિ
આ સમીતી દ્વારા કોઇને કાંઇ જાણવા તથા પુછપરછ માટે પુછપરછ સમીતીની વ્યવસ્થા કરવામાં આવી છે જેના દ્વારા જરૂરી લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
વાહન તથા ડ્રાઇવર રજી. સમિતિ
વાહનોની તથા ડ્રાઇવરોની રજીસ્ટ્રેશન સમીતી આ સમીતીમાં રોજે રોજ સેવા આપવા આવતા વાહનોની સ્થીતીમાં નોંધ તથા ડ્રાઇવરોની સ્થીતીમાં નોંધ આ સમિતિ દ્વારા લેવામાં આવે છે.
માઇક્રો ફોન સમિતિ
કામ કરતા લોકોને અહીં આ સમીતી દ્વારા માઇકની મદદથી અલગ અલગ સુચન આપવામાં આવે છે.
પ્રેસ વિભાગ
મહેશભાઇ દ્વારા તમામ પ્રેસ મીડીયા માટે પ્રેસ નોટ બનાવવાનું કાર્ય તેમજ તેના સંકલનનું કાર્ય કરે છે.
પાર્કિંગ સમિતિ
આ સમીતી દ્વારા પાકિંગ વ્યવસ્થાનું સંપૂર્ણ ઘ્યાન રાખવામાં આવે છે. જનરલ પાકીંગ, ફુડ પાકીંગ તથા વીઆઇપી પાકીંગની અલગ અલગ રીતેની વ્યવસ્થા આ સમીતી દ્વારા કરવામાં આવે છે.
કંટ્રોલ રૂમ સમિતિ
શહેરના કોઇપણ વ્યકિત કે સંસ્થા તરફથી અમારા કંટ્રોલ રૂમ પર કોલ આવે તે માટેની અહીં વ્યવસ્થા છે. અહીં જે લોકોને જમવાની વ્યવસ્થાની જરૂર છે તે લોકોના ફેન અહીં આવે છે તથા કંટ્રોલ રૂમ પરસેવા કરીને પાછા ફરેલા સ્વયસેવક પોતાનો અનુભવ નોંધાવે છે રોજના ૪૦૦ જેટલા કોલ આવે છે.
સ્કૂટર સમિતિ
આ સમીતી દ્વારા સ્કુટરનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તથા અમારૂ સૌથી વધુ કામ સ્કુટર પર થતું હોય ત્યારે સ્કુટરોની હાજરી પુરવાનું કાર્ય આ સમીતી દ્વારા કરવામાં આવે છે.
ટ્રસ્ટીઓ
આ વિભાગ કે જયાં સ્વયસેવકો કાર્ય કરે છે તેમના જમવાની વ્યવસ્થા પણ કરવા માટે અહીં વ્યવસ્થા કરવામાં આવે છે.
રૂટ નકકી કરનાર સમિતિ
અહીં ખાસ અધરું કામ કરવામાં આવે છે કે અહીં માઇકી પ્લાનીંગથી રૂટો નકકી કરવામાં આવે છે અને કયાં એડ્રેસને કયાં રૂટમાં સામેલ કરવું તેની જવાબદારી અહી આપવામાં આવે છે. એક રૂટ પર બે વાહનો ભેગા ન થાય તેની જવાબદારી અને પ્લાનીંગ અહીં થાય છે.
ડોનેશન વિભાગ
આ વિભાગ કે જે જયાં ડોનેશન વિભાગમાં કોઇ દાતા પોતાના યોગદાન આપવામાં આવે તો તેમને સંપૂર્ણ સવલતો આપવામાં આવે છે.
જલ સેવા વિભાગ
આ વિભાગ કે જયાં સ્વયંસેવકો માટે પાણી, એનર્જી ડ્રીંકસની વ્યવસ્થા રાખવામાં આવી છે.