240 મીટરના આ બ્રિજની વચ્ચે ડાયમંડ આકારનુ સુંદર કાફે
દક્ષિણ જ્યોર્જીયામાં દશબાશી કેન્યોન પર 240-મીટરનો કાચનો પુલ જેમાં મધ્યમાં ડાયમંડ આકારનું કાફે પણ છે.
તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ગ્લાસ બ્રિજ ઇઝરાયેલી કંપની કાસ લેન્ડના 320: કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે. જેનું કામ 2019થી ચાલી રહ્યું હતું.
કાચના પુલનો ઉદ્ઘાટન સમારોહ ગઈકાલે યોજાયો હતો. જ્યોર્જિયન ધ્વજ સાથેના લોકો સમારોહમાં હાજર રહ્યા હતા. ગ્લાસ બ્રિજ રાજધાની તિબિલિસીથી લગભગ 100 કિમી દૂર સાલ્કા શહેરની બહાર સ્થિત છે.
સુંદર દશબાશી ખીણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે.આ પુલ 200 મીટરની ઉંચાઈ પર બનેલ છે.