શહેરના વિવિધ કલોથ વેરમાં વેડિંગ સ્પેશ્યલ ચોલી, ટ્રેડિશ્નલ કપડાં તો ફુટવેરમાં અવનવા સુઝ, મોજડી વગેરે ઉપલબ્ધ: પાર્લરોમાં શણગાર સજવા ઉમટતા લોકો
હાલ લગ્નની સીઝન ચારે બાજુ પુરબહારમાં ખીલી છે. લોકો લગ્ન પ્રસંગને માણવા અવનવા આયોજનો કરતા રહે છે. ભવ્ય લગ્ન પ્રસંગ, રીસેપ્શન માટે પાર્ટી પ્લોટ તો પાર્લરોમાં શણગાર સજવા લોકો ઉમટી રહ્યા છે. લગ્ન પ્રસંગ હોઈ એટલે નાની વસ્તુથી લઈ ભવ્ય આયોજનને દિપાવવા તનતોડ મહેનત કરવી પડે છે. એટલે કે ટ્રેડિશ્નલ કપડા, શુઝ બ્રાઈડલનું પાર્લર, ભોજન સમારંભ વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું પડતુ હોય છે.
આજે આપણે વેડીંગ સ્પેશ્યલમાં લોકોને મહેમાનોને કઈ કઈ જગ્યાએથી અવનવું, તદન નવું જ કલેકશન મળી રહેશે તે માટે પાર્લરથી લઈ પાર્ટી પ્લોટ સુધીના સંચાલકોએ ‘અબતક’ને વિશેષ મુલાકાત આપી છે.
મેટ્રો સુઝમાં પર્સ, બેલ્ટ વગેરે એસેસરીઝ પણ ઉપલબ્ધ: શમસેન બૌધ્ધ
અબતક સાથેની વાતચીત દરમિયાન મેટ્રો સુઝના બ્રાંચ મેનેજર શેમસેન બૌધ્ધએ જણાવ્યુંં હતુ કે અત્યારે લગ્નસીઝન ચાલી રહી છે. તે અનુસંધાને અમારી કંપની સ્પેશ્યલ લેડીઝવેર માટે પાર્ટી તથા મેરેજ ફંકશન માટે વાલીમાં તથા લગ્ન પ્રસંગ માટે ચપ્પલ સેન્ડલ, સ્પેશીફીક મોજડી વગેરે તથા પર્સ તથા વાણીનો સેટ રાખવામાં આવે છે. તેમાં ખાસ કરીને અમારી પાસે અવનવી ઘણી બધી ડિઝાઈનો છે તેમાં ઘણા બધા કલરો ડેવલોપ કર્યા છે. મેરેજ સીઝનને ધ્યાને રાખીને મેન્સવેરની વાત કરીએ તો અમારી પાસે મોજડી, ટ્રેડીશ્નલમાં પેશાવર, પઠાણી મોજડી, શેન્ડલ લોફરમાં પૂસ્કળ નવી રેન્જ આવી છે. ખાસ કરીને લગ્નમાં પહેરવા માટે સાઈનીંગ વાળા સુઝમાં પેરન્ટ લેધર કહેવાય તેમાં નવી જ રેન્જ ડેવલોપ કરી છે. તેમાં પણ અમોને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મેરેજ સીઝનને લઈને ખૂબજ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. મેટ્રો સુઝમાં ફકત સુઝવેર જ નહી પરંતુ પર્સ, બેલ્ટ વગેરે એસેસરીઝ ઉપલબ્ધ છે. તેમાં લગ્નસીઝનને અનુલક્ષીને બ્રાઈડીંગ સેટ તૈયાર કર્યા છે. તેમાં પણ કોઈના મેરેજ હોયતો આખા ફેમીલી માટે તેનો જ કોન્સેપ્ટ કપડાનો હોય તે મુજબ તેનું મટીરીયલ લઈ મેક ટુ બોડર બનાવી આપીએ છીએ. જેમાં મોજડી, ચપ્પલ, પર્સને ડેવલોપ કરી આપ્યા છે.
એન્ટોપ સલુનમાં સ્ટાઈલ, પર્સનાલીટી મુજબ લુક મેળવતા ગ્રાહકો: દિપક વાઘેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન એન્ટોપ હેર સલૂનના દિપકભાઈ વાઘેલાએ જણાવ્યું કે અમારૂ સલૂન છેલ્લા ૨૫ વર્ષ છે પહેલા પાર્લર સલૂનની વાત આવતી તો ફકત લેડીઝ માટેના જ હતા ત્યારે હવે ટ્રેન્ડ બદલાયો છે. મેન્સ પણ અવેર થયા છે. બધી જ ટ્રીટમેન્ટ કરાવે છે.બધા પોતાના ગ્રુમીંગ પર ધ્યાન આપી રહ્યા છે. અત્યારે જેટલી ટ્રીટમેન્ટ લેડીઝમાં થાય છે તેટલી ટ્રીટમેન્ટ મેન્સમાં થાય છે. કોઈપણ વ્યકિતના મેરેજ હોય તો તે પણ બધી જ ટ્રીટમેન્ટ કરાવે, મેકઅપ કરાવે છે. અત્યારે સેલીબ્રીટી મેરેજમાં જેવી રીતે તૈયાર થયા હોય તેવો લૂક જોતો હોય. તો તે મુજબ વેડીંગ માટે રિસેપ્શન માટે અલગ અલગ રીતે મેકઓવર થતા હોય છે. જે તે વ્યકિતના સ્કીન ટોન મુજબ હેર સ્ટાઈલ મેકઅપ કરવામાં આવતી હોય છે. મેન્સમાં બ્રિઅર્ડ લૂક, ફેડેડ લુક વિન્ટેજ લૂક રજવાડી લુક વગેરે લૂજ મેરેજમાં સારો ચાલે છે જે તે વ્યકિતની સ્ટાઈલ પર્સનાલીટી મુજબ તેને લુક કરી આપતા હોય છીએ.
સ્ક્રીનની યોગ્ય કાળજી લેવામાં આવે તો બધા મેકઅપ સુટ થાય છે: પ્રાચી પટેલ
પ્રાચી પટેલ એલ.એચ.બી. પાર્લર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારી હેર સ્પેશ્યાલીટી છે ખાસ બ્રાઈડલ હેર એ ખાસ છે. ટ્રીટમેન્ટ હોય કે બ્રાઈડલ હોય અમારી મુખ્ય ખાસીયત જ એ છે પાંચ વર્ષ પહેલા અમે એવું વિચારતા હતા કે કેવી ભીડ છે. પરંતુ હવે ભીડ કરતા કવોલીટી કલાઈન્ટમાં વધુ માનું છું સેલીબ્રીટી એ તૈયાર થવા માટેના રોલ મોડલ છે. પરંતુ જયારે તૈયાર થવા આવેલીક્ધયા કહે છે કે હુ એકટર જેટલી રૂપાળી નથી તો મને શારૂ નહી લાગે પરંતુ ખરેખર એનો જવાબ એ છે કે સારૂ લાગશે કે ખરાબ તે હેર આર્ટિસ પર નિરર્ભર હોય છે. સ્ક્રીનની સરખી કેર લેવામાં આવે તો સ્ક્રીનને બધા મેકઅપ સુટ કરે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની સ્ક્રીન ડ્રાય છે દીકરીના હારમોન્સ ૨૫ વર્ષ સુધી બદલાતા હોય છે તો તે સમયે સુંદરતાની કાળજી રાખવી એ મહત્વની બાબત બને છે. જયારે સ્ક્રીનને સાચવવાનો હોય છે ત્યારે આપણે માનીએ છીએ કે આપણે કશું જરૂર જ નથી. જયાં સુધી ગ્રાહક અપગ્રેડ ન થાય ત્યાં સુધી ડોકટરો કે સલુન વાળા પોતાની મનમાની કરે છે. મુખ્ય તો સ્કીન પર આધાર રાખે છે. બહુ બધી કંપનીઓને મેકઅપ રિમુવલ ક્રીમ આવે છે. ખાસ તો પહેલા મેકઅપનું નોલેજ હોવું જરૂરી છે. પ્રીકર જે રીતે લે છે તેમ પોસ્ટકેર પણ લેવું જરૂરી છે. માર્કેટમાં ઘણા બધા મેકઅપ રીમુવર આપે છે.પરંતુ કોકોનટ ઓઈલ કે વેસેલીન જેવા સારા એકપણ નથી ત્યારબાદ ફેલવોસ કરવું એટલું જ જરૂરી છે. સલુન વાળાએ કલાઈન્ટને પૂરતો સમય આપવો જરૂરી છે. માટે બધુ ચકાસીને જ ટાઈસ આપો જે સરખુ મેકઅપ કે હેર આર્ટ કરતી વખતે જ ધ્યાન નહી અપાય તો આફટર કેર નો કોઈ ફાયદો જ નથી. ગ્રાહક કે તેમના મમ્મીએ પોતાની જાત માટે એક કલાકનો સમય આપવો પડે ફોનમાં રહેતા હોય અથવા જલ્દી કરાવતા હોય અને કાઈ બગડે છે. તો એના માટે ગ્રાહક પોતે જવાબદાર હોય છે. આજ કાલના પેરન્ટસ દિકરીને તૈયાર કરવા માટે ખૂશ કરવા માટે આટલો ખર્ચો કરે છે. તે સારી વાત કરે છે. લગ્ન એ સારો દિવસ છે. બધા પોતાની કેપેસીટી પ્રમાણે ખર્ચ કરે છે. માટે તમે ખોટો બગાડ અટકાવો લગ્ન એ ખુશીનો પ્રસંગ છે. દેખાદેખીનો નહી.
૧૫૦૦ લોકોની સગવડતા સાચવતા બંધન પાર્ટી પ્લોટમાં દર વર્ષે અલગ અલગ થીમ: ગૌતમ રાદડિયા
અબતક મીડીયાં સાથેની વાતચીત દરમ્યાન બંધન પાર્ટી પ્લોટનાં ગૌતમભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે તેઓ ત્રણ વર્ષથી આ ધંધો કરી રહ્યા છે. હાલ લગ્નગાળાની સીઝનને લઈને અમે જે તે પાર્ટીને નવી થીમ આપીએ છીએ ત્યારે આ વર્ષે અમે દિલ્હીની થીમ આપી છે. જે રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ લાગેલી છે દર વર્ષે અમે નવું જ આપીએ છીએ અમારો પાર્ટી પ્લોટ ૧૨૦૦થી ૧૫૦૦ લોકો સમાય શકે તેટલી કેપેસીટીનો છે.
અમારા પાર્ટીલોન્ચમાં ૪ રૂમ છે. જેમાં ૨ એસી રૂમ છે. જેમાં એક મેરેજ કોટેજ હોલ આવે છે. અમે પાર્ટી લોન્સ ફૂલ સુવિધા સાથે એક લાખ એકાવન હજારમાં આપીએ છીએ અત્યારે મંદીનો માહોલ દેખાય છે. જીએસટી આવ્યા બાદ તે થોડુ નડે છે. જયારે ફંકશન શરૂ થાય ત્યારે સિકયુરીટી ગાર્ડ હોય છે. સાથોસાથ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે.