રાજકોટમાં તા.૨૧ જાન્યુ.એ રવિવારના રોજ સૌ પ્રથમવાર એક બ્યુટી સલુન આયોજીત અદભૂત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં એક સાથે ૪૦ મોડલ્સને દુલ્હનના ગેટઅપમાં પ્રસ્તુત કરવામાં આવી હતી.
મોડલસ દ્વારા દુલ્હનના ચોલી, મેકઅપ, સ્ટાલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ બીજી બાજુ રાજકોટની હેતલ માંકડીયાએ આ ફેશન શોમાં પ્રોફેશનલ ભાગ ભજવ્યો હતો. જેની ભવ્ય છબી દર્શાવવામાં આવી છે. આ તકે હેતલ માંકડીયાએ શોના આયોજક એન.રોય બ્યુટી ઝોન તથા તેના ઓનર માનસી કાચા, મેનેજમેન્ટ કંપની તથા તેમના ડાયરેકટર દીપક અડવાણી, કીંજલ વાઘેલાને સાથ સહકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા.