રાજ્યમાં 906 શાળામાં માત્ર એકજ શિક્ષક, રાજકોટમાં પણ 724 જગ્યાઓ ખાલી
ભણે ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા માટે સરકાર અનેક પ્રયતાનો કરી રહ્યું છે પરંતુ વાસ્તવિકતાતો એ છે કે, ખરા અર્થમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને આચાર્યની 32 હજાર જેટલી ખાલી જગ્યાનો મુદ્દો વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળામાં 29,122 શિક્ષકો જ્યારે 3,552 આચાર્યની જગ્યા ખાલી પડેલી છે. જે કુલ 32 હજારે આંકડો પહોંચ્યો છે. એટલુંજ નહીં રાજ્યની 906 શાળામાં માત્ર એકજ શિક્ષક છે. હાલમાં એક તરફ શિક્ષણ મેળવી બી.એડ અને પીટીસી થયેલા યુવક -યુવતીઓ બેરોજગાર છે તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી રહેતા વિપક્ષ સવાલો કરી રહ્યું છે.
શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂંજ્યો હતો અને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષકોની ભરતી ન થતાં ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થાય છે. એક જ શિક્ષક તમામ વિષયો ભણાવે તો શિક્ષણની ગુણવતામાં પણ વતા ઓછા ફેરફારો થઈ શકે છે આની સામે જો શાળામાં શિક્ષકોની માત્ર વિધ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર રાખવામાં આવે તો બાળકોને સારું એવું ભણતર પૂરું પાડી શકાય તેમ છે.રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી શિક્ષકોની ઘટને લઈને બાળકો અભ્યાસનું નુકસાન વેઠી રહ્યાં છે.
હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાને કારણે મજબુરીમાં રાજ્યના વિદ્યાર્થીઓ મબલક રૂપિયાના ટયુશન ફી ભરીને આ અભ્યાસ કરી રહ્યા છે. આંકડાકીય માહિતી આપતા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકારી પ્રાઇમરી શાળામાં આશરે 7:30 હજાર જગ્યાઓ ખાલી પડેલી છે જેમાં કચ્છ જિલ્લામાં 1507, દાહોદમાં 1152, બનાસકાંઠામાં 869, રાજકોટમાં 724, અને મહીસાગરમાં 692 જગ્યાઓ ખાલી પડી છે. એટલુંજ નહીં શાળાઓમાં અન્ય જગ્યાઓ પણ ખાલી પડેલી હોવાનું કારણ નિવૃત્તિ, ટ્રાન્સફર અને વહીવટી પ્રક્રિયા કારણભૂત હોવાનું સામે આવ્યું છે.