મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો. ઓપરેશન (SDC) દ્વારા ફ્ન્ડેડ કેપેસીટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (CapaCITIES) પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં ફ્લડ મીટીગેશન તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે સ્ટડી કરવામાં આવેલ.
રાજકોટ વોટર સ્કેર્સ રીજનમાં આવેલ હોઈ. શહેરમાં વોટર સપ્લાય કરવા માટે પાણીના સ્ત્રોત જેમકે ડેમ અને રીઝર્વોયરની કેપેસીટી માં વધારો કરવો અને તેનું જતન કરવું તથા નર્મદા કેનાલનું પાણી પ્રજા સુધી પહોચાડવા જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. આમ છતાં અમુક ઋતુ દરમ્યાન પુજાને પાણીની તંગીનો સામનો કરવો પડે છે. આ પ્રોબ્લેમને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા રેઈન વોટર હાર્વેસ્ટિંગ તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ દ્વારા પાણીની તંગી તથા અમુક વિસ્તારમાં થતા ફ્લ્ડીંગના ઇસ્યુના નિરાકરણ માટે વિવિધ પ્રયાસો કરી રહી છે.
રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોકે જ્યાં ચોમાસા દરમ્યાન ફ્લ્ડીંગના ઇસ્યુ થાય છે તેવા સ્થળો શોધી તેની ડીટેઈલ સ્ટડી કરવામાં આવેલ. આ સ્થળો નોઇ સ્ટડી તથા ત્યાના પ્રોબ્લેમને જાણવા માટે ત્યાના લોકલ લોકો, વિવિધ રેસીડેન્સીયલ સોસાયટીના આગેવાનોની મદદ લેવામાં આવી હતી તથા ૨૦ કિટીકેલ લોકેશનને મેપ પર માર્ક કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્થળોના ટોપોલોજીકલ એલીવેશન. વોટરશેડ બેસીન તથા સબ.બેસીનની સ્ટડી કરવામાં આવી હતી. આ ૨૦ લોકેશન માંથી ૫ લોકેશન શોધવામાં આવી હતી જ્યાં ફ્લ્ડીંગના ઇસ્યુ વારંવાર થાય છે તથા તે સ્થળો પર ગ્રાઉન્ડ વોટરના રીચાર્જ માટે પોટેન્સીયલ છે. જેના અમલીકરણ દ્વારા આ સ્થળો પર ફ્લ્ડીંગના ઇસ્યુનું નિરાકરણ તથા આ એરિયાનું ગ્રાઉન્ડ વોટર ટેબલ પણ ઉપર લાવી શકાય તેમ છે. આ વિસ્તારમાં એસ્ટ્રોન ચોક, લક્ષ્મીનગર અંડરપાસ, ઇન્દ્રપ્રસ્થ નગર અંડર પાસ, મહિલા કોલેજ અંડર પાસનો સમાવેશ થાય છે.
લક્ષ્મીનગર અંડર પાસ:-
લક્ષ્મીનગર અંડર પાસ વિસ્તારમાં વરસાદી પાણી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ દ્વારા જમીન માં ઉતારવા માટે ની રજુવાત કરેલ છે. જેનો કેચમેન્ટ એરિયા ૫ થી ૬ હેકટર છે જેના દ્વારા વાષિક ૩ થી ૪ મિલિયન લીટર પાણી જમીન માં રીચાર્જ કરવાનો પોટેન્સીયલ છે.
એસ્ટ્રોન ચોક અંડર પાસ:-
એસ્ટ્રોન ચોકમાં આવેલ પાર્કમાં ગ્રાઉન્ડ વોટર રીચાર્જ (બોરવેલ દ્વારા) સિસ્ટમની રજૂઆત કરવામાં આવેલ છે. જેનો કેચમેન્ટ એરિયા ૮ થી ૧૦ હેકટર છે જેના દ્વારા વાર્ષિક ૧૦ થી ૧૨ મિલિયન લીટર પાણી જમીન માં રીચાર્જ કરવાનો પોટેન્સીયલ છે. આ ઉપરાંત નાલા પાસે પેરાપીટ દીવાલ દુર કરી ત્યાં ૧૦ સે.મી.ના અંતરાલ પર વર્ટીકલ પાઈપ મુકવા પણ રજૂઆત કરેલ છે. જે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મદદરૂપ થશે.
કાલાવડ રોડ અંડરપાસ:-
કાલાવડ રોડ અંડરપાસ ચોમાસા દરમ્યાન આ એરીયામાં જમા થતું વરસાદી પાણી, રોડના ડીવાઈડર પાસે અંડરપાસ ની બને બાજુએ રીચાર્જ વેલ બનાવી જમીન માં ઉતારી શકાય તેમ છે. આ અંડરપાસ પાસેની બંને બાજુએ પાઇલોટ લેવલે ચાર બોરવેલ બનાવી રેઈન વોટર રીચાર્જ કરવા માટેની રજુવાત કરેલ છે, જેનો કેચમેન્ટ એરિયા ૧૨ થી ૧૫ હેકટર છે જેના દ્વારા વાર્ષિક ૧૦ થી ૨૦ મિલિયન લીટર પાણી જમીનમાં રીચાર્જ કરવાનો પોટેન્સીયલ છે.
ઇન્દ્રપ્રસ્થ નગર અંડરપાસ:-
ઇન્દ્રપ્રસ્થ નગર અંડરપાસ વિસ્તારમાં વરસાદી પાણી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ દ્વારા જમીનમાં ઉતારવા માટેની રજુવાત કરેલ છે, જેના કેચમેન્ટ એરિયા ૫ થી ૬ હેકટર છે, જેના દ્વારા વાર્ષિક ૬ થી ૮ મીલીયન લીટર પાણી જમીનમાં રીચાર્જ કરવાનો પોટેન્સીયલ છે.
સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો. ઓપરેશન (SDC) દ્વારા ફ્ન્ડેડ કેપેસીટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા (CapaCITIES) પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટમાં ફ્લડ મીટીગેશન તથા ગ્રાઉન્ડ વોટર રીચાર્જ માટે સ્ટડી કરવામાં આવેલ. આ પાંચેય જગ્યાએ રેઈનવોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ બનાવવા તમામ ખર્ચ SDC દ્વારા કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com