ચિત્ર, નાટક, નૃત્ય જેવી કૃતિઓમાં બાળકોનાં ઉત્સાહ જોઈ વાલીઓમાં હરખની હેલી

શહેરની જાણીતી દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા શાળાનાં બેદિવસીય વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૬મીએ પ્રિ નર્સરીથી લઈ ૫માં ધોરણ સુધીનાં બાળકોએ ભાગ લીધો હતો અને ૧૫મી તારીખે ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા સાથો સાથ દિલ્હી પબ્લીક સ્કુલનાં પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ શાળાનાં વિદ્યાર્થીઓ, નૃત્ય, સંગીત, ફેશન શો, જેવી અલગ અલગ ૭૪કૃતિઓ રજૂ કરી હતી.

vlcsnap 2018 12 18 11h07m23s113

આ ઉપરાંત નટખટ અંદાજને કારણે સમગ્ર સ્ટેજ મનમોહક લાગતુ હતુ જયારે બાળકોનાં પરિધાન પણ એટલા જ સુંદર હતા. ખાસ કરીને ફેશન શોમાં જે વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમણે હાલની ફેશનની ભાત પણ સ્ટેજ પર ચિતરી હતી. સખત ઠંડી હોવા છતાંક દરેક બાળક માત્ર પોતાના પરફોર્મન્સની રાહ જોતુ જ નજરે ચડયું જયારે બાળકોનાં શિક્ષકોએ પણ પૂર્ણ સહકાર સાથે બાળકોની કળાને જાગૃત કરી હતી. આ કાર્યક્રમમો બીજા દિવસેમુખ્ય અતિથિ તરીકે ડીસીપી ઝશેન ૧ રવિ મોહન સૈની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રીન્સીપાલ અને શિક્ષકગણે ભારે જહમેત ઉઠાવીહતી.

બાળકો દેશનું ભવિષ્ય છે: મનોજ દુબે

vlcsnap 2018 12 17 10h58m55s236

દિલ્હી પબ્લીક સ્કુલનાં પ્રિન્સીપાલ મનોજ દુબેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી બે ભાગમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત સંગીતથી કરવામાં આવી જયારે આ સંગીત શાળાના વિદ્યાર્થીઓ એ જ પ્રસ્તુત કર્યું હતુ જયારે સંગીતની વાત આવે ત્યારેપ્રાચીન નૃત્યોપણ એટલા જ અગત્યના છે.તેથી બાળકો દ્વારાસંગીત, નૃત્યમાં પણ વેસ્ટર્ન સાંસ્કૃતિક અમે અલગ અલગ નૃત્ય રજૂ કરાયા હતા આ ઉપરાંત સેવ એનવાયરમેન્ટ થીમ સાથષ નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આ પ્રકારનાં કાર્યક્રમના હેતુ વિશે ઉમેર્યું છે. ખાસ કરીને બાળકોને જે શીખડાવામાં આવે તે બાળક જીવનમાં ઉતારે છે.

તેથી નાની ઉંમરથી જો બાળકને સ્ટેજ પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવે તો બાળકોનેભવિષ્યમાં કોઈ સ્ટેજ ફીયર રહેશે નહી આ ઉપરાંત બાળકો દેશનું ભવિષ્ય છે. તેથી માત્ર પુસ્તકીયા જ્ઞાન ને બદલે અન્ય જ્ઞાનથી પણ તેમણે માહિતગાર કરવા એશાળાની ફરજ છે. હાલમાં જે બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયાછે. તેમને પોતાને જ પોતાના પરફોમન્સને લઈને અનેરો ઉત્સાહ જોવામળે છે.તેમને ઉત્સાહને પ્રોત્સાહન આપવું એ શાળાની ફરજ છે.તે માટે જ આ પ્રકારના વાર્ષિક ઉત્સવ યોજવામાં આવે છે.

નાના નાના ભૂલકાઓએ માત્ર ૧૫ દિવસમાં કરી તૈયારી: રાજેન્દ્ર કામદાર

vlcsnap 2018 12 17 10h59m30s80

દિલ્હી પબ્લીક સ્કુલના પ્રો વાઈસ ચેરમેન રાજેન્દ્ર કામદારે અબતક સાથેની વાતચીતમાંજણાવ્યું કે આ બાળકોએ દેશનું ભાવી છે. તેથી શાળામાં જયારેબાળક આવે ત્યારે માત્ર પુસ્તકીયા જ્ઞાનને બદલે બાળકમાં છુપાયેલી કલા શોધી તેને આગળવધવાની પ્રેરણા આપે ત્યાજ શાળાની ખરી જ‚રીયાત છે. બાળક જયારે આવે ત્યાર તે કોરી પાટી સમાન હોય છે. તો આકોરી પાટીમાં કયા શબ્દો લખવા તે શાળાની ફરજ છે. તો દિલ્હી પબ્લીકસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને તેની રસની પ્રવૃત્તિમાં આગળ વધવા પૂરતી પ્રેરણા આગળ વધવા પૂરતી પ્રેરણા આપવામાં આવે છે. અને આ બાળકો તેમની કલાનું પ્રદર્શનકરે તે માટે જ ખાસ વાર્ષિક ઉત્સવ ઉજવાતા હોય છે.

બાળકોનો ઉત્સાહ એટલો વધારે હતો પ્રિનર્સરીના બાળકોએ પણ માત્ર ૧૫ જ દિવસમાં પ્રેકટીસ કરી સ્ટેજ પરફોમન્સ આપ્યા હતા જયારે કંઈક નવુ કરવાની ઈચ્છા હોય ત્યારે ભૂલ થવાની શકયતા છે. પરંતુ તે ભૂલમાંથી શીખ લઈ આગળ વધવું તે પણ અત્યંત જરૂરી છે. અત્યાર નાના નાના ભૂલકાઓએ ભલે થોડી ભલ કરી પરંતુ તેમનો સ્ટેજ ફીર દર થયો આબાબત પણ અવગણીના શકાય તો બાળકોની છુપેલે કલાને જાગૃત કરવાનો હેતુ જ દિલ્હી પબ્લીક સ્કુલનોછે. તેથી જ આવા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

યોગ્ય શિક્ષણમાટે માત્ર પુસ્તકીયુ જ્ઞાન જરૂરી નથી: ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની

vlcsnap 2018 12 17 11h00m00s117

ડીસીપી ઝોન -૧ રવિમોહન સૈનિએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં કે બાળકોએ ભગવાનનું રૂપ છે. અને બાળપણ એવો સમય છે કે તેમને જે શિખડાવામાં આવે બાળક તે શીખેછે. ત્યારે દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા બાળકોમાં છુપેલ કલાનેજાગૃત કરવાનો અનેક વિધ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેથી બાળકોનોઆત્મવિશ્વાસ વધે અને બાળક કંઈક નવુ કરતું થાય. ખાસ તો હાલમાં બાળકો ભારે સ્કુલ બેગ લઈને માત્ર પુસ્તકીયુ જ્ઞાન મેળવે છે. પરંતુમાત્ર પુસ્તક જ જીવન નથી. જીવનમાં પુસ્તકનું જ્ઞાન પણ જરૂરી છે. જયારે સાથો સાથ દરેક વ્યકિતની પોતાની એક અલગ આવડત હોય છે.

તો આ આવળત બહાર આવે તો વ્યકિત બધાથી અલગ તરે છે. બાળકોમાં છુપાયેલી આવી જ આવળતને બહાર લાવવા દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠંડી હોય છતા નાના નાના પ્રિનર્સરીનાં ભૂલકાઓએ પણ સ્ટેજ પર પોતાની કૃતિ રજૂ કરી હતી. જયારે તેમના શિક્ષકોએ પણ પૂરો સહકાર આપી માત્ર ૧૫ જ દિવસમાં તેમની કૃતિઓ તૈયાર કરાવી હતી. ખાસ કરીને વાલીઓને સંદેશો આપતા જણાવ્યું કે માત્ર ટકા મહત્વનાં નથી બાળકનીશું આવળત છે. તે વધારે મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.