સરકારે શાળા ખોલવા કોઈ આદેશ આપ્યા નથી, સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા
કોરોનાની મહામારીનો હજુ અંત આવ્યો નથી ત્યારે શાળાઓ ખોલવા અંગે જુદી જુદી અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે સરકારે શાળા ખોલવા હાલ કોઈ આદેશ આપ્યા નથી તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી આ સાથે જ ૧ સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની થતી ચર્ચાનો અંત આવ્યો છે. બાળકોના આરોગ્ય સાથે કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી તેવો મત સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. અને હજુ કોરોનાની સ્થિતિને લઈ વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ અભ્યાસ ચાલુ રાખવો પડશે.
લોકડાઉન પછી અનલોક ૧, ૨, અને ૩ પછી આગામી ૧ સપ્ટેમ્બરથી અનલોકનો ચોથો તબક્કો શરૂઆત થવાનો છે, તે સાથે જ શાળા-કોલેજો ક્યારે ખુલશે એવી ચર્ચા ચાલી રહી હતી. જોકે, આજે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, શાળા કોલેજ ખોલવા કે કેમ તે અંગે સરકાર તરફથી હાલ કોઈ આદેશ આવ્યા નથી.
રાજ્યોએ જ્યારે કેન્દ્રને પ્રતિભાવો મોકલ્યા હતા ત્યારે જ કહ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા બાદ જ સ્કૂલ કોલેજો ખોલવી, કોઈ ઉતાવળ ન કરવી, બાળકોના આરોગ્ય અને જીવનને લગતી કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી જરૂરી નથી. જેથી હાલ આ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, લોકડાઉન બાદ કોઈ પણ પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે મંત્રાલયે જઘઙ જાહેર કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા અંગે જ્યારે પણ નિર્ણય લેવાશે ત્યારે પહેલા જઘઙ જાહેર થશે.