સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજી અને પીજીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તરવહીમાં સારૂ પ્રેઝન્ટેશન કરવા માટે મોટા અક્ષરે અને જગ્યાઓ છોડીને લખતા હોય છે. કોઈ લખાણ વચ્ચે મોટી જગ્યા છોડે તો કોઈ પેપર લખતી વખતે બિનજરૂરી રીતે એક લીટીમાં લખાણ કરી બીજી લીટી કોરી છોડી દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 9 ઓગષ્ટે પરીપત્ર જાહેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, જે વિદ્યાર્થી મોટા અક્ષર કે લખાણ વચ્ચે લીટી છોડશે તેને પુરક ઉત્તરવહી નહીં આપવામાં આવે.
9 ઓગષ્ટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો: વિદ્યાર્થીઓની પરીક્ષામાં 2 લાખ ઉત્તરવહીની ખપત
જો કે આવા પરિપત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ અનેક વિખ્વાદો ઉભા થતાં પરીક્ષા નિયામક નિલેશ સોનીએ આ પરિપત્ર પાછો ખેંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવવા માટે કઈ પણ કરતા હોય છે. અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પેપર લખવા ઉત્તરવહી આપવામાં આવે છે તેના પુરતા પૈસા વિદ્યાર્થી ભરતા હોય છે ત્યરે 9 ઓગષ્ટ 2021ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, હવે મોટા અક્ષર અને લખાણ વચ્ચે જે લાઈનો છોડી લખશે તેને વધારાની એટલે કે, પુરક ઉત્તરવહી આપવામાં નહીં આવે.
યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પુરક ઉત્તરવહી નહીં આપવાનો નિર્ણય પાછો ખેંચ્યો
આવા નિર્ણયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારે વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તજજ્ઞોએ પણ જણાવ્યું હતું કે, આ નિર્ણય તદન ખોટો છે. ત્યારે પરીક્ષા નિયામકે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પેપર બચાવવા માટેનો આ નિર્ણય લેવાયો જે કાંઈ ખોટો નથી પરંતુ પરિપત્રથી ભારે હોબાળો થતાં અંતે આજે પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા પરિપત્ર પાછો ખેંચવામાં આવ્યો હતો.
હવે વિદ્યાર્થીઓને 48 પેઈજની ઉત્તરવહી મળશે: નિલેશ સોની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, પરિપત્રને લઈ જે વિવાદ ઉભો થયો તે પરિપત્રનો સુધારો કરાયો છે અને જેથી વિદ્યાર્થીને ગભરાવવાની જરૂર નથી. આ ફક્ત સુચન સુપરવાઈઝરને આપવા માટેનું હતું અને અત્યાર સુધી અમે 24 પેજની મેઈન સપલી વિદ્યાર્થીને આપતા હતા જો કે, હવે વિદ્યાર્થીઓને 48 પેજની ઉત્તરવહી આપવાની છીએ. એટલે વિદ્યાર્થીઓ ભગરાઈ નહીં અને પોતાની રીતે જ સારૂ પ્રેઝન્ટેશન કરી પેપર લખે.