બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. બજેટ 2024-25માં 1.48 લાખ કરોડ શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવર્ધન પાછળ ખર્ચવામાં આવશે. સરકારે ઇન્ટર્નશીપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતાં યુવાનો માટે જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરેલી મોટી જાહેરાત પ્રમાણે, ’સરકાર 1 કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક આપશે. આ ઇન્ટર્નશીપ 12 મહિનામાં કરવાની રહેશે. જેમાં યુવાનોને બિઝનેસ અને નોકરી ક્ષેત્રની સાચો વાસ્તવિક અનુભવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રોજગાર વધારવા પર છે. બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આટલું જ નહીં આ જાહેરાત પ્રમાણે યુવાનોને દર મહિને 5 હજાર રૂપિયા ભથ્થું પણ આપવામાં આવશે. આ સિવાય તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશીપ ખર્ચ સહન કરવો પડશે. નાણામંત્રીની જાહેરાત પ્રમાણે 5 વર્ષમાં 4 કરોડ નવી નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે. 5 યોજનાઓ પાછળ વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 5 વર્ષમાં 20 લાખ યુવાનોને સ્કિલ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. નાણામંત્રીએ બજેટમાં છાત્રો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, છાત્રોને મોડલ સ્કિલ લોનનો લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, છાત્રોને 7.5 લાખ રૂપિયાની મોડલ સ્કીમ લોન મળશે. મોડલ સ્કિલ લોનથી 25,000 જેટલા વિદ્યાર્થીઓને ફાયદો મળશે. આ ઉપરાંત, તેમને ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનમાં ઉચ્ચ શિક્ષા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ-વાઉચરની જાહેરાત કરવામાં આવી, જેનાથી દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓન લોન પર 3 ટકા વાર્ષિક વ્યાજ છૂટનો લાભ મળશે. નાણાકીય વર્ષ 2025ના બજેટમાં નાણામંત્રીએ શિક્ષા, રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ ઈનિશિએટિવ માટે 1.48 ટ્રિલિયન રૂપિયા એલોકેટ કર્યા છે. આ એલોકેશન લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલી અંતરિમ બજેટની તુલનામાં વધારે છે. જ્યાં મંત્રાલયને 1.2 ટ્રિલિયન રૂપિયાનું ઓવરઓલ એલોકેશન પ્રાપ્ત થયું હતું, જે નાણાકીય વર્ષ 2024ના સુધારેલા અંદાજ કરતા 7 ટકા ઓછું હતું.
મુદ્રા લોનની સીમા રૂ.10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરાઇ
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, મંગળવાર, 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રીએ આ બજેટમાં મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં મુદ્રા લોન માટે આપવામાં આવતી રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.આ સિવાય દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીઓને કૌશલ ઋણ યોજના હેઠળ રૂ. 7.5 લાખની લોન અપાશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 10 લાખ રૂપિયાની લોન અપાશે એમ પણ ત્રણ વર્ષ સુધી વ્યાજમાં છૂટ મળશે.
ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન
બજેટ ભાષણમાં નાણામંત્રીએ ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે સરકાર તરફથી નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પ્રાથમિકતા રહેશે. તેમણે જણાવ્યું હતું કે છાત્રાલયો બાંધવા અને મહિલાઓ માટે વિશેષ કૌશલ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે ભાગીદારી રચીને આ સુવિધા આપવામાં આવશે.
એજ્યુકેશન લોન પર વ્યાજમાં છૂટ
કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.