સીબીએસઇની બેઠકમાં મોડરેશન પદ્ધતિ રદ કરવા નિર્ણય: વિદ્યાર્થીઓના ગુણની સાથે પરિણામની ટકાવારી પણ ઘટશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા આ વર્ષે જાહેર નારા પરિણામમાં વિર્દ્યાીઓને સરેરાશ ૬ી ૧૦ માર્ક ઓછા મળે તેવી શક્યતા છે. તાજેતરમાં મળેલી બોર્ડની બેઠકમાં મોડરેશન (સમાનતા) દ્વારા વિર્દ્યાીઓના ગુણ વધારવાની જે પધ્ધતિ હતી, તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે હવે જાહેર નારા પરિણામમાં વિર્દ્યાીઓના આ ગુણ મળશે નહીં. જેના કારણે વિર્દ્યાીઓના કુલ ગુણ તા વિષય દીઠ ગુણ સરેરાશ ૧૦ ગુણ સુધી ઘટશે. આ નિર્ણયના લીધે સીબીએસઇના પરિણામમાં પણ સામાન્ય ઘટાડો શે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીએસઇ બોર્ડ દ્વારા માર્ચી એપ્રિલ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આગામી સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પરિણામને લઈને વિર્દ્યાીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ તે ઉત્સાહ પરિણામ આવ્યા બાદ શાંત પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોર્ડના પરિણામમાં વિર્દ્યાીઓને મળનારા ગુણ અને પાસ નારા વિર્દ્યાીઓની સંખ્યામાં ઘટાડો ાય તેવા સંજોગો ઊભા યા છે.
૨૪ એપ્રિલના રોજ બોર્ડની બેઠક મળી હતી અને તેમાં વિર્દ્યાીઓને આપવામાં આવતા મોડરેશન ગુણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જેી આગામી પરિણામમાં વિર્દ્યાીઓને મોડરેશન ગુણ મળશે નહીં. બોર્ડ દ્વારા ૨૦૧૬માં જાહેર કરવામાં આવેલા પરિણામમાં ગણિતમાં ઓલ ઈન્ડિયાના વિર્દ્યાીઓને મોડરેશનના ૧૬ અને દિલ્હીના વિર્દ્યાીઓને ૧૫ ગુણ આપવામાં આવ્યા હતા. જેના પગલે પરિણામ ૮૩.૦૫ ટકા જેટલું ઊંચું ગયું હતું. જેમાં ૮૦ હજાર જેટલા વિર્દ્યાીઓ તો એવા હતા કે જેમને ૯૦ ટકા કરતા વધુ માર્ક મળ્યા હતા. આ પરિણામ બાદ મોડરેશન ગુણને લઈને વિવાદ યો હતો અને બોર્ડ દ્વારા આ પધ્ધતિ માટે પુન: વિચારણા શરૂ કરી હતી. વિચારણાના અંતે તાજેતરની બેઠકમાં મોડરેશન ગુણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોડરેશન ગુણ રદ કરવામાં આવતા હવે આગામી પરિણામમાં વિર્દ્યાીઓને આ ગુણ મળશે નહીં. જેના પગલે વિર્દ્યાીઓના પરિણામમાં ૬ી લઈને ૧૦ ગુણ જેટલો ઘટાડો ાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત બોર્ડના ઓવરઓલ પરિણામમાં પણ પાસ નારા વિર્દ્યાીઓની સંખ્યા ઘટશે.
આ નિર્ણયના પગલે બોર્ડનું પરિણામ સામાન્ય ઘટશે તેવી આશંકા સૂત્રોએ વ્યક્ત કરી હતી. બોર્ડ દ્વારા આપવામાં આવતા મોડરેશન ગુણી અનેક વિર્દ્યાીઓ કે જે ોડાક માર્ક માટે નાપાસ તા હોય છે તે પાસ ઈ જતાં હતા અને તેના લીધે પરિણામ આંશિક વધતું હતું. પરંતુ હવે મોડરેશનના ગુણ રદ તાં ોડાક ગુણ માટે નાપાસ તાં વિર્દ્યાીઓને હવે પછી ફરીી પરીક્ષા આપવી પડશે.
મોડરેશન માર્ક પધ્ધતિ એટલે શું? સીબીએસઇની પરીક્ષા દરમિયાન વિર્દ્યાીઓને અઘરા પ્રશ્નોમાં નુકસાન ન ાય તે માટે મોડરેશન પધ્ધતિ મુજબ તે પ્રશ્ન માટે માર્ક આપવામાં આવતા હોય છે. આ પધ્ધતિ અનુસાર વિર્દ્યાીને મહત્તમ ૧૫ મોડરેશન માર્ક આપવાની સત્તા છે. જોકે, ઘણા કિસ્સામાં તેના કરતા પણ વધુ માર્ક આપવામાં આવતા હોય છે. ૧૯૯૨ી સીબીએસઇ બોર્ડ દ્વારા આ પધ્ધતિ અપનાવવામાં આવેલી છે. અન્ય રાજ્યોના ઊંચા પરિણામ સામે સીબીએસઇના વિર્દ્યાીઓને પણ અન્ડર ગ્રેજ્યુએશનના પ્રવેશમાં પૂરતી તક મળે તે માટે આ પધ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે બોર્ડ દ્વારા આ પધ્ધતિ રદ કરવામાં આવતા દિલ્હી યુનિવર્સિટી સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસઓમાં પ્રવેશ માટે સીબીએસઇ બોર્ડના વિર્દ્યાીઓને મુશ્કેલી પડશે.
માર્કની બેફામ લ્હાણીી વિવાદ તાં સિસ્ટમ રદ કરી સીબીએસઇ બોર્ડ દ્વારા ૨૦૧૬માં ધોરણ-૧૨ના પરિણામમાં મોડરેશન માર્કની લ્હાણી કરવામાં આવતા આવી હતી. જેમાં સૌી વધુ ગણિતમાં ઓલ ઈન્ડિયાના વિર્દ્યાીઓને મોડરેશનના ૧૬ માર્ક આપવામાં આવ્યા હતા. જ્યારે એકાઉન્ટમાં ૧૫ માર્કની લ્હાણી કરાઈ હતી. બિઝનેસ સ્ટડીઝ વિષયમાં વિર્દ્યાીઓને ૧૨ ગુણ તો પોલિટિકલ સાયન્સમાં પણ ૧૧ મોડરેશન માર્ક અપાયા હતા. મોડરેશન માર્ક આપતી વખતે વિર્દ્યાીના ગુણ ૯૫ી વધી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે માર્ક્સની બેફામ લ્હાણીી વિવાદ તાં અંતે આ સિસ્ટમ રદ કરી નંખાઈ છે.