હાલ સીબીએસઇ બોર્ડ પોતાની ૨૦,૦૦૦ સ્કુલોની પરિક્ષાનું સંચાલન કરે છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એડયુકેશને ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧રમાં નાપાસ થયેલા વિઘાર્થીઓને આગામી પરિક્ષામાં રેગ્યુલર પરીક્ષા આપતા વિઘાર્થીઓની માફક ટ્રીટ કરવાનું જામરે કર્યુ છે. સી.બી.એસ.ઇ. બોર્ડ હાલ ૨૦,૦૦૦ સ્કુલો માટે પ્રાથમીક તેમજ ઉચ્ચતર માઘ્યમિક પરીક્ષાનું સંચાલન કરે છે. તાજેતરમાં જ તેમણે પોતાની અન્ય શાખાઓની સ્કુલોના ધો . ૧૦ થી ૧ર ના વિઘાર્થીઓના સબમિશનનું લીસ્ટ ઓન લાઇન બતાવવાનું શરુ કર્યુ છે. જે વિઘાર્થીઓ ધોરણ ૧૦ અથવા ૧ર વર્ષ ૨૦૧૭ માં નાપાસ થયા છે. તે નવું એડમીશન લઇને રેગ્યુલર પરિક્ષર્થીની જેમ પરીક્ષા આપી શકશે. તેમજ પાસ થયેલા વિઘાર્થીઓ પણ ૨૦૧૮ મા યોજનારી પરિક્ષામાં ભાગ લઇ માર્કશીટમાં સુધારા કરવા ઇચ્છુકને ફરી ચાન્સ આપવામાં આવશે. જો કે આ પરીક્ષાના નિયમો સેન્ટ્રલ બોર્ડ સેક્ધડરી એડયુકેશને પોતાની
શાખાઓ તેમજ તેના ટ્રસ્ટ પર ચાલતી સ્કુલો માટે જ લીધા છે. જો કે સી.બી.એસ.ઇ. બોર્ડમાં સામાન્ય બોર્ડ કરતા શિક્ષણ પઘ્ધતિ અલગ રાખવામાં આવી છે. તેની પુસ્તકો તેમજ પઘ્ધતિ આ બોર્ડ દ્વારા જ નકકી કરવામાં આવે છે.
સી.બી.એસ.ઇ. એ ધોરણ ૧૦ થી ૧ર ની પરીક્ષા ૨૦૧૬-૧૭ માર્ચમાં યોજી હતી. જેનું ધો.૧૦ નું પરિણામ જુન ૩ ૨૦૧૭ માં આપવામાં આવ્યું હતું. તો સીનીયર સ્કુલ સર્ટીફીકેટ ધો.૧રનું પરિણામ મે ૨૮ ૨૦૧૭માં આપવામાં આવ્યું હતું.