ભાઈઓ-બહેનો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રનીંગ ટ્રેક ખુલ્લો કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રનીંગ ટ્રેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે તેમજ અન્ય બહારના ભાઈઓ-બહેનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલ રનીંગ ટ્રેક પર ભાઈઓ, બહેનો પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે. આ નિર્ણય આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિલામ્બરીબેન દવે દ્વારા કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર નિલામ્બરીબેન દવેએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડના રનીંગ ટ્રેકનો લાભ લઈ શકશે. જેમાં ભાઈઓ માટે સવારે ૬ થી ૭ તેમજ સાંજે ૫ થી ૭ અને બહેનો માટે સવારે ૭:૩૦ થી ૮:૩૦ સુધી આ રનીંગ ટ્રેક ખુલ્લો મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.